back to top
Homeગુજરાતઆજે BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ:કોલ્ડપ્લે પહેલાં મોદી સ્ટેડિયમમાં હરિભક્તોનું મહાઆયોજન

આજે BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ:કોલ્ડપ્લે પહેલાં મોદી સ્ટેડિયમમાં હરિભક્તોનું મહાઆયોજન

વિજયસિંહ ચૌહાણ

પ્રમુખસ્વામી મહારાજે 1972ની 7મી ડિસેમ્બરે કાર્યકરો માટે સંગઠિત માળખું તૈયાર કર્યું હતું. આજે 52 વર્ષ પછી તે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આ અવસરે આજે ભારત સહિત 30 દેશના 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. 10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. આ કાર્યકરો પ્રત્યે મહંત સ્વામીને એવી લાગણી છે કે તેમણે પોતાના હાથે મોતીચૂરના લાડુ વાળ્યા હતા. મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 5 વાગ્યે મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ બાદ આ વિચારનું બીજ કેવી રીતે રોપાયું, કેવી રીતે આ વૃક્ષ સર્જાયું અને આજે સમગ્ર સમાજને કેવી રીતે તેના ફળ મળી રહ્યાં છે તેની સ્ટેડિયમમાં તોફાન સર્જાશે, આકાશમાં ઉગતાં ફળો જોવા મળ‌શે, પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્ટેડિયમમાં લહેર રચાશે આ ઇવેન્ટ સિંક્રોનાઇઝેશન આધારિત છે. સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે. સ્ટેડિયમમાં બેઠેલા 1 લાખ કાર્યકરોને લાઇટ અને વાઇફાઇ કનેક્ટેડ રિસ્ટ બેન્ડ અપાશે જે સિંક્રોનાઇઝ્ડ હશે. કોઈ પ્રસ્તુતિમાં પાણીનું ટીપુ પડશે તો મેદાનમાં તેની લહેર સર્જાશે જે દરેક છેડેથી નિહાળી શકાશે. અમેરિકા અને બ્રિટનના 40થી વધુ એન્જિનિયર્સ અને પ્રોફેશનલ્સની સાથે 200 લોકોની ટીમ આ કામ કરશે. > બ્રહ્મવિહારી સ્વામી, બીએપીએસના અગ્રણી સંત આયોજન કેટલું ભવ્ય.. 1 લાખથી વધુ કાર્યકરો આવશે
30 દેશના સભ્યો ભારત આવ્યા છે
2000 કલાકારો પ્રસ્તુતિઓ આપશે
1800 લાઇટ્સ વિઝ્યુઅલ માટે
30 પ્રોજેક્ટર આકૃતિઓ સર્જશે
40 કેમેરાથી દરેક એંગલ કવર થશે
10,000 સ્વયંસેવકો દ્વારા તૈયારી મહંત સ્વામીએ જાતે કાર્યકરો માટે લાડુ બનાવ્યા
આજના ભવ્ય કાર્યક્રમ માટે શુક્રવારે સવારે સાડા 6 વાગ્યે મહંત સ્વામીએ કાર્યકરો માટેના મોતીચૂરના લાડુ પોતાના હાથે વાળ્યા હતા. કાર્યકરો માટે પ્રેમની આ પ્રસાદી પહોંચાડવા માટે તેમણે અન્ય સંતોને આગ્રહ કર્યો હતો. અને પોતે પણ લાડુ વાળવામાં જોડાયા હતા. હજારો કાર્યકરો પ્રત્યેના પ્રેમભાવને કારણે મહંત સ્વામી વહેલી પરોઢે લાડુ વાળવા બેઠા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments