શુક્રવારે શેરબજાર મંદી સાથે બંધ થયું હતું.ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો. સપ્ટેમ્બર ત્રિમાસિક માટે કંપનીઓના નબળા પરિણામો તથા અપેક્ષા કરતા નોંધપાત્ર નીચા આર્થિક વિકાસ દર છતાં ગુરુવાર સુધી સતત પાંચમાં સત્રમાં દેશના શેરબજારમાં રેલી જળવાઈ રહી હતી. છેલ્લા પાંચમાંથી ત્રણ સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી જોવા મળી છે. વિદેશી ફન્ડોએ વધુ રૃપિયા ૮૫૩૯ કરોડની ઈક્વિટીની નેટ ખરીદી કરી હતી. ઓકટોબર તથા નવેમ્બરમાં સતત વેચવાલ રહ્યા બાદ એફઆઈઆઈ વર્ષના અંતિમ મહિનામાં સક્રિય બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય શેરબજારના ઐતિહાસિક ડેટા જોઈએ તો ડિસેમ્બર મહિનો બજાર માટે મોટાભાગે તેજીનો મહિનો જ રહ્યો છે. સેન્સેક્સ ૫૬ પોઈન્ટના ઘટાળા સાથે 81709 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 18 પોઈન્ટના ઉછાળા સાથે 24683 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 43 પોઈન્ટના ઉછાળા સાથે 53717 પોઈન્ટના સ્તરે બંધ થયો.
આરબીઆઈનો રેપો રેટ 6.50% પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં 4:2 ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર 6.50% પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો.જેનાથી એવું કહેવાય છે કે હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે. મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2024 -25 માં મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેઝિસ પોઈન્ટ (0.50%)નો ઘટાડો કર્યો છે. કેશ રિઝર્વ રેશિયો ઘટાડી 4% કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. 1.06 લાખ કરોડની લિક્વિડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટને આપ્યો છે.જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે.મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,એસબીઆઈ લાઈફ,બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4088 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1590 અને વધનારની સંખ્યા 2399 રહી હતી, 99 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 191 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 410 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24783 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24808 પોઇન્ટથી 24939 પોઇન્ટ, 25008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53717 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53475 પોઇન્ટના પ્રથમ અને 53303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53808 પોઇન્ટથી 54008 પોઇન્ટ,54088 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લીમીટેડ ( 2271 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2233 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2208 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2294 થી રૂ.2303 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2323 ઉપર તેજી તરફી ધ્યાન…!!
સિપ્લા લીમીટેડ ( 1485 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1460 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1430 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1497 થી રૂ.1508 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચડીએફસી બેન્ક ( 1861 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1893 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1844 થી રૂ.1828 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1909 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સન ફાર્મા ( 1812 ):- રૂ.1838 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1844 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1797 થી રૂ.1780 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો,રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50% પર યથાવત્ હતો.આરબીઆઈએ વર્તમાન ફુગાવા અને જીડીપીના આંકડાને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 2024 -25 માટે જીડીપી ગ્રોથ અંદાજ 7.2% થી ઘટાડી 6.6% કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ 4.5% થી ઘટાટડી 4.8% રહેવાનો અંદાજ આપ્યો છે.ડિસેમ્બર,2024 માં સીપીઆઈ ફુગાવો 5% ના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી,2025 માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે.માર્કેટ બાઉન્સ બેક થયું છે.હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.