back to top
Homeભારતમોર્નિંગ વોક પર જઈ રહેલાં વેપારી પર ગોળીબાર:દિલ્હીમાં વહેલી સવારે બે બાઈક...

મોર્નિંગ વોક પર જઈ રહેલાં વેપારી પર ગોળીબાર:દિલ્હીમાં વહેલી સવારે બે બાઈક સવારોએ 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ વેપારનું મોત

શનિવારે દિલ્હીના શાહદરામાં એક વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વાસણના વેપારી સુનીલ જૈન (52) મોર્નિંગ વોક કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ફરસ બજાર વિસ્તારમાં બાઇક સવાર બે આરોપીઓએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી 5-6 રાઉન્ડ ગોળીઓ મળી આવી છે. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વાસણના વેપારીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં કોઈ દુશ્મનાવટ કે હત્યાની ધમકીનો ખુલાસો થયો નથી. ઘટના સ્થળની બે તસવીરો… કેજરીવાલે કહ્યું- અમિત શાહે દિલ્હીને બરબાદ કરી દીધું
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાસણના વેપારીની હત્યા મામલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા છે. તેમણે કહ્યું- અમિત શાહજીએ દિલ્હીને બરબાદ કરી દીધું છે. દિલ્હીને જંગલરાજ બનાવ્યું. આસપાસના લોકો આતંકનું જીવન જીવી રહ્યા છે. બીજેપી હવે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહી નથી. દિલ્હીની જનતાએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments