કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પ્રવાસે છે. તેઓ આજે બપોરે પંચકુલામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ‘ટીબી નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ ભારતમાં ક્ષય રોગ (TB) ની શોધ અને મૃત્યુદરના પડકારોને સંબોધવાના હેતુથી એક વ્યાપક 100 દિવસીય અભિયાન શરૂ કરશે. કેન્દ્રીય મંત્રી હરિયાણાના મુખ્યમંત્રી નયબ સિંહ સૈની અને હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી આરતી સિંહ રાવની હાજરીમાં આ અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન 33 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે આ પહેલ, 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં અમલમાં મુકવામાં આવશે, તેનો હેતુ ટીબીના કેસોની તપાસ વધારવા, નિદાનમાં વિલંબ ઘટાડવા અને સારવારના પરિણામોમાં સુધારો કરવાનો છે, ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા સમુહોમાં. દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્રમ સબંધીત પ્રવૃત્તિઓને મજબૂત કરવા, ટીબીના પરિણામોમાં અસમાનતા ઘટાડવા અને ટીબી નાબૂદીના ધ્યેયને હાંસલ કરવા માટે દેશ દ્વારા આ વધુ એક પ્રયાસ હશે. આ પહેલ ટીબી મુક્ત ભારતના વિઝનને અનુરૂપ છે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018ની દિલ્હી એન્ડ ટીબી સમિટમાં રજૂ કર્યુ હતું. અભિયાન અંતર્ગત શું થશે 100-દિવસીય અભિયાનનો અભિગમ મુખ્ય સૂચકાંકો જેમ કે ટીબીના રોગનો દર, નિદાન કવરેજ અને મૃત્યુ દર દ્વારા જાણ કરવામાં આવે છે. આ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા હાલના નીતિ સુધારાઓ સાથે પણ સુસંગત છે, જેમાં ટીબીના દર્દીઓ માટે નિક્ષય પોષણ યોજના હેઠળ ઉન્નત નાણાકીય સહાય અને સામાજિક સહાય પહેલ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ સમાવેશ થાય છે. ઝુંબેશના કેટલાક મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક્સની ઍક્સેસ, નબળા જૂથોમાં લક્ષિત સ્ક્રીનીંગ, ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે વિશેષ સંભાળની જોગવાઈ અને વિસ્તૃત પોષણ સહાયતા છે.