back to top
Homeગુજરાતસગીરાઓને ગર્ભવતી થતી અટકાવવા NGOની મદદ લેવાઈ:વલસાડ જિલ્લામાં 8 મહિનામાં 628 સગીરા...

સગીરાઓને ગર્ભવતી થતી અટકાવવા NGOની મદદ લેવાઈ:વલસાડ જિલ્લામાં 8 મહિનામાં 628 સગીરા માતા બની અને 2ના મોત થયાં, ધરમપુર અને કપરાડાના 65 ગામોમાં કમિટી રચાઈ

વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ 19,678 સગર્ભા મહિલાએ અલગ અલગ હોસ્પિટલમાં બાળકોને જન્મ આપ્યો છે. જે પૈકી 628 સગીરાઓએ બાળકોને જન્મ આપ્યો છે. વલસાડ જિલ્લામાં આવેલા આદિવાસી વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોમાં ઓછી જાગૃતિ અને જાણકારીના અભાવને લઈને લગ્ન વગર લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. જેને લઈને સગીરાઓ સગર્ભા બની જતી હોય છે. ગત વર્ષે 584 સગીરા પ્રેગ્નેન્ટ થઈ હતી અને ડિલિવરી દરમિયાન 2 સગીરા મૃત્યુ પામતા વહીવટી તંત્રના ધ્યાને સમગ્ર ઘટના આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, DDO અતિરાગ ચપલોત અને SP ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સગીરાને ગર્ભવતી બનાવતી અટકાવવા NGOની મદદ લેવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુરના 45 અને કપરાડાના 20 ગામો મળી 65 ગામોમાં યુવક અને યુવતીઓની કમિટીની રચના કરીને સગીરા અને યુવકો તેમજ ગામના લોકોનો જાગૃત કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે એકપણ સગીરાનું ડિલિવરી સમયે મૃત્યુ નથી થયું. ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના લોકોમાં રૂપિયાના અભાવને લઈને આને ઓછી જાગૃતતાને લઈને સગીરાના લગ્ન નાની ઉંમરમાં નક્કી કરવામાં આવે છે. સાથે યુવક અને સગીરા સાથે ચાંદલો થયા બાદ સગીરા યુવકના ઘરે રહેવા જતી રહે છે. સગીરા અને યુવક સાથે રહેતા હોવાથી બંને વચ્ચે શારીરિક સંબંધ પણ થતાં હોય છે. નાજુક ઉંમરે સગીરા ગર્ભવતી થવાથી સગીરાના જીવ ઉપર જોખમ મંડરાતું રહે છે. ગત વર્ષે 584 સગીરાઓની ડિલિવરી થઈ હતી. ડિલિવરી દરમિયાન 2 સગીરાઓનું મૃત્યુ પણ થયું હતું. ઘટના બનતા વહીવટી તંત્રના ધ્યાને સમગ્ર ઘટના આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં આવી ઘટનાઓ બનતી રહે છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં પરિવારની બેદરકારી અને અજાગૃતાને લઈને સગીરા લિવ ઈન રિલેશન શિપમાં રહે છે. આદિવાસી સમાજના લોકોમાં જાગૃતિના અભાવને લઈને નાની ઉંમરની છોકરીઓને યુવકો પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા વગર સગીરાને રાખીને સગીરાને ગર્ભવતી બનાવતા હોય છે. લગ્ન વિના એકબીજા સાથે રહેવા લાગે છે. સમગ્ર ઘટના વલસાડ જિલ્લા કલેક્ટર, DDO અને SPના ધ્યાને વાત આવતા જિલ્લા વહીવટી તંત્રએ ધરમપુરના 45 કપરાડાના 20 ગામો મળી 65 ગામોમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અને લોક મંગલમ નામની NGOની મદદ લઈને કુલ 65 ગામોમાં યુવક યુવતીઓની સમિતિ ની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ દ્વારા આદિવાસી પટ્ટામાં આવેલા ગામોમાં 19 વર્ષથી નાની ઉંમરની સગીરાના લગ્ન પ્રથા બંધ કરવા સ્થાનિક લોકોમાં જાગૃત કરવાની કામગીરી કરી રહ્યા છે. સગીરા ગર્ભવતી બને તો હાલ તેને સમયસર સારવાર મળે અને ડિલિવરી સમયે યોગ્ય તકેદારીઓ રાખવામાં આવે જેથી સગીરા માતાનું મૃત્યુ અટકાવી શકાય. સાથે આ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળામાં જતા બંધ થાય કે સગીરા અને યુવક સાથે રહેતા થાય એટલે NGO દ્વારા જરૂરી તકેદારીઓ રાખવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. 19 વર્ષ પહેલાં ગર્ભ ધારણ ન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં શ્રીમદ રાજચંદ્ર અને લોક મંગલમ નામની NGO દ્વારા જાગૃતિ વધુ તેજ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments