back to top
Homeગુજરાતમહેસાણાના નસબંધી કાંડમાં કાર્યવાહી:જમનાપુરા અને સેઢાવીના બે વ્યક્તિની ખોટી રીતે નસબંધીના કેસમાં...

મહેસાણાના નસબંધી કાંડમાં કાર્યવાહી:જમનાપુરા અને સેઢાવીના બે વ્યક્તિની ખોટી રીતે નસબંધીના કેસમાં 2 સસ્પેન્ડ, અધિકારીઓ સહિત 8 આરોગ્ય કર્મીને શોકોઝ નોટિસ

મહેસાણા જિલ્લામાં નસબંધીકાંડ થયો છે. સેઢાવી ગામ બાદ જમનાપુર ગામના યુવકની નસબંધી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આરોગ્ય અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ બંને કેસમાં ધનાલી અને નવી સેઢાવી ગામના હેલ્થ વર્કરને સસ્પેડ કરવામાં આવ્યા છે. જ્યારે 8 આરોગ્ય ઓફિસરો અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. 28 નસબંધી કરાવનારના ઘરે ફેસ ટુ ફેસ તપાસ કરાશે
સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, 29 નવેમ્બર અને 4 ડિસેમ્બરના દિવસે નસબંધીના 28 ઓપરેશન થયા છે. જે 28 નસબંધીના ઓપરેશનની જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તેઓ ખુદ તપાસ કરશે. જેમાં 28 નસબંધી કરાવનાર દર્દીના ઘરે ફેસ ટુ ફેસ તપાસ કરવામાં આવશે. ત્યારે વધુમાં જણાવ્યું કે નવી સેઢાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર અને ધનાલીના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેલ્થકર્મીઓએ સરકારની છાપ બગાડી
વધુમાં જણાવ્યું કે, આ હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી છે. અમે કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. ત્યારે સમગ્ર કેસમાં બેદરકારી દાખવવા બદલ તાલુકા હેલ્થ અધિકારી અને મેડિકલ ઓફિસરને નોટિસ ફટકારી છે. ત્યારે કુલ 8 જેટલા આરોગ્ય ઓફિસરો અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગામડાના ગરીબ, અભણ અને નશો કરનાર ટાર્ગેટ કરાયા
સમગ્ર નસબંધી કેસમાં શહેર કરતા ગામડાના ગરીબ,અભણ અને નશા કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બાબતે આરોગ્ય વિભાગ તપાસમાં લાગ્યું છે અને જો પોલીસ ફરિયાદ કરવાની થશે તો એ પણ કરવામાં આવશે. સાબરકાંઠામાં 375 નસબંધીના ઓપરેશન
સમગ્ર કેસમાં અધિક આરોગ્ય અધિકારી ડો.ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું કે, મહેસાણા કરતા વધુ સાબરકાંઠામાં નસબંધીના ઓપરેશન લીગલી થયા છે. જ્યાં સાબરકાંઠાએ ટાર્ગેટ કરતા વધુ નસબંધી કેસ નથી કર્યા એમ કહી ખુદ અધિકારી એજ સાબરકાંઠાનો ભાંડો ફોડ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે, મહેસાણા કરતા સાબરકાંઠામાં 375 નસબંધીના ઓપરેશન થયા છે. લક્ષ્યાંક હોઈ તો જ કર્મચારીઓ કામ કરે એમ કહી ખુદ અધિકારી પોતે નસબંધી આપતા હોવાનો ભાંડો ફોડ્યો છે. સાબરકાંઠામાં નસબંધીના ઓપરેશન કરવામાં ટાર્ગેટ
સમગ્ર કેસમાં એક બાજુ અધિકારીઓ એમ કહી રહ્યા છે કે નસબંધીમાં કોઈ કર્મચારીઓ ને ટાર્ગેટ આપવામાં આવતા નથી, ત્યારે બીજી બાજુ આજ અધિકારી જણાવી રહ્યા છે કે, સાબરકાંઠા જિલ્લામાં 375 નસબંધીના ઓપરેશન કરવામાં ટાર્ગેટ પ્રમાણે કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments