back to top
Homeગુજરાતઘરફોડ ચોરી કરતી 'જાંબુઆ ગેંગ' ઝડપાઈ:ગાડી પર 'ભારત સરકાર' લખીને બિન્દાસ્ત ચોરી...

ઘરફોડ ચોરી કરતી ‘જાંબુઆ ગેંગ’ ઝડપાઈ:ગાડી પર ‘ભારત સરકાર’ લખીને બિન્દાસ્ત ચોરી કરી ફરતી હતી, નવસારી LCBની ટીમે ઝડપી પાડી

શિયાળાની શરૂઆતની સાથે ઘર ફોડ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોય છે. ત્યારે ગાડી પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપવા નીકળતી “જાંબુઆ ગેંગ ” નવસારી એલસીબી પોલીસના હાથે ચઢી છે. ગુજરાતના પાંચ જેટલા જિલ્લાઓમાં કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડી ઘર ફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મધ્યપ્રદેશના જામવા જિલ્લાના ખડકુઈ ગામના અને રાણાવાવ તાલુકાના ઇસમો મજૂરી કામ કરવાના બહાને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ચોરીને અંજામ આપતા હતા. પોતાના જિલ્લાના અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મજૂરીકામ કરવા માટે રોકાયેલા ઈસમો સાથે મેળાપીપણામાં બંધઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. કોઈને ખબર ન પડી જાય એના માટે પોતાની લાલ કલરની સુમો જેના પર ભારત સરકાર લખાવીને પોલીસ તથા અન્ય સરકારી વિભાગોથી બચવાનો પ્રયાસ કરતા હતા. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ધોળા પીપળા ઓવરબ્રિજ પાસેથી 6 ઇસમોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન બાર જેટલા ગુનાઓ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આચર્યા હોવાની કબુલાત કરી છે. મધ્યપ્રદેશથી આવીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બાંધકામ તેમજ વિવિધ સ્થળે કામકાજ કરતા જામવા જિલ્લાના મજૂરો સાથે મળીને રેકી કરી બંધ ઘરોમાં ચોરીને અંજામ આપતા હતા. સમગ્ર ચોરીના રેકેટમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસેથી ₹1,30,540 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘરમાં મુકેલા સોના ચાંદીના દાગીનાઓ કબજે કરવામાં આવ્યા છે સાથે ચોરી કરવા માટે વપરાતા વિવિધ સાધનો પણ એલસીબી પોલીસે જપ્ત કર્યા છે. બંધ ઘરોમાં મકાનના બારીના સળિયા કાપી તેમજ બંધ મકાનના તાળા થોડી ઘર પર ચોરી કરવાની ટેવ વાળા અને સાતીર દિમાગના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. જોકે, અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓએ ગુજરાતના સુરત વલસાડ ભરૂચ જિલ્લાઓમાં ચોરીને અંજામ આપ્યો છે. સાથે મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આરોપીઓના નામો 1 અનસિંગ મનજીભાઈ કામલીયા 2 મુકેશ જીતરાભાઈ મેડા 3 ધરમસિંગ પિદિયા કામલીયા 4 ગોવિંદ કાળુભાઈ સિંગાડ 5. મુકેશ ઉર્ફે મોકલો બદિયાભાઈ મોહનિયા 6 કેવનસિંગ પારુભાઇ કામલીયા. તમામ રહેવાસી ખડકુઈ, તાલુકો રાણપુર, જીલ્લો જાંબુઆ મધ્ય પ્રદેશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments