અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવો કાર્યક્રમ યોજી BAPS સ્વામિનારાયણ સંસ્થાએ વધુ એક ઈતિહાસ રચ્યો. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી 1 લાખ કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ક્ષણ માટે અધિરા બનેલા કાર્યકરોના સામુહિક ગાનથી મહોતસ્વનો પ્રારંભ થયો. આ પછી મહંત સ્વામીએ રથમાં બેસી દરેક ભક્તોને દર્શન આપ્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ મોકલ્યો તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન યોજાયેલ રંગારંગ કાર્યક્રમે સૌ કોઈના મન મોહ્યા હતા. અવનવી લાઇટિંગ અને LED બેલ્ટથી સમગ્ર ગાઉન્ડ ઝળહળી ઉઠ્યુ હતું. ત્યારે મહંત સ્વામીની એન્ટ્રીથી લઈ રંગારંગ કાર્યક્રમનો ડ્રોન નજારો જુઓ DB REELS પર…