અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા માર્ગ ઉપર પટકાયેલ મહિલા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ નીપજ્યું હતું. અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે આજરોજ સવારે બાઈક ઉપર મહિલા સહીત બે લોકો પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર તાપી હોટલ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવારો માર્ગ ઉપર પટકાયા હતા. તે વેળા પાછળ ઘસી આવેલ ટ્રકનું ટાયર મહિલાના શરીર ઉપરથી ફરી વળતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોક ટોળા ઉમટી પડતા ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્ટાફ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.