back to top
Homeગુજરાતપોરબંદર કોર્ટની પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટી રાહત:કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં શંકાનો લાભ...

પોરબંદર કોર્ટની પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટી રાહત:કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં શંકાનો લાભ આપી દોષમુક્ત જાહેર કર્યા, હાલ કસ્ટોડિયલ ડેથ કેસમાં ભોગવી રહ્યા છે આજીવન કેદ

પોરબંદરની કોર્ટે ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને વર્ષ 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા. ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયાએ તારીખ 5/7/1997માં સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયા અને તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારી શોટ આપ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસમાં ગતરોજ પોરબંદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ જજ મુકેશ પંડ્યાએ શંકાનો લાભ આપી પૂર્વ IPS સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા. શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર
કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદ પક્ષ પાસે આ કેસ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી, ફરિયાદ પક્ષ આ કેસમાં શંકા સિવાય કશું સાબિત કરી શક્યું નથી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે સંજીવ ભટ્ટને IPCની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે, તેની કબૂલાત મેળવવા માટે તેને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. શું હતો સમગ્ર મામલો?
નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદના આધારે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા. જાદવ વર્ષ 1994ના હથિયાર જપ્તીના કેસમાં 22 આરોપીમાંનો એક હતો. પોરબંદર પોલીસની એક ટીમ પાંચમી જુલાઈ 1997ના રોજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર જાદવને પોરબંદરમાં સંજીવ ભટ્ટના ઘરે લઈ ગઈ હતી. જાદવને તેના શરીરના વિવિધ ભાગો અને પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યા હતા. પુરાવાના આધારે કોર્ટે 31મી ડિસેમ્બર 1998ના રોજ કેસ નોંધવાનું કહ્યું હતું અને સમન્સ જારી કર્યું હતું. 15મી એપ્રિલ, 2013ના રોજ કોર્ટે સંજીવ ભટ્ટ અને અન્ય એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. સંજીવ ભટ્ટ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ
પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને અગાઉ 1990માં જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસ આજીવન કેદ અને વર્ષ 1996માં પાલનપુરમાં રાજસ્થાનના વકીલને ફસાવવાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે. સંજીવ ભટ્ટ અને વિવાદો
સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો. સંજીવ ભટ્ટે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતા ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. 2011માં સસ્પેન્ડ અને 2015માં ફરજમુક્ત
સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments