back to top
Homeગુજરાતપશુપાલન વ્યવસાયે મહિલાના જીવનમાં પ્રકાશ પાથર્યો:દૂધ-વર્મીકમ્પોસ્ટના વેચાણથી વાર્ષિક 17.40 લાખની કમાણી; કહ્યું-...

પશુપાલન વ્યવસાયે મહિલાના જીવનમાં પ્રકાશ પાથર્યો:દૂધ-વર્મીકમ્પોસ્ટના વેચાણથી વાર્ષિક 17.40 લાખની કમાણી; કહ્યું- ‘પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવા સક્ષમ છું

ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની જીવાદોરી સમાન છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેઓ આજીવિકા માટે ખેતી-પશુપાલન પર ખાસ નિર્ભર રહે છે. પશુપાલન અને ખેતી એક સિક્કાના બે પાસા છે. “જેટલી મહેનત કરો તેટલું ફળ મળે”. ખેતી સંલગ્ન પશુપાલન ખેડૂતોના આર્થિક આજીવિકા કમાણીનું મહત્વનું અંગ છે. મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી આર્થિક પગભર બને તે માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, તેમાં પશુપાલન-ખેતી મુખ્ય છે. તે કોઈપણ સરળતાથી કરી શકે છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ખેતી-પશુપાલન જેવા ગ્રામીણ આજીવિકા પર વિશેષ ભાર આપી રહ્યું છે. મહિલા સશક્તિકરણની પરિભાષા એટલે પશુપાલક કોકિલાબેન
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના કોકિલાબેન વસાવા ખેતીના પૂરક વ્યવસાયમાં ખૂંપીને પશુપાલન થકી પગભર બનીને ઉન્નત મસ્તકે આર્થિક કમાણી સાથે જીવન જીવી રહ્યાં છે. તેઓએ હીંદી વિષયમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં પાંચ શબ્યો છે. તેઓએ કહ્યું કે, અમારું કુટુંબ ખેતી સાથે સંકળાયેલુ છે, વર્ષ 2016-17થી હું પશુપાલનમાં જોડાઈ છું. આર.સી.ટી. તેમજ મિશન મંગલમના સહયોગથી પશુપાલન અંગે દસ દિવસીય તાલીમ મેં પ્રાપ્ત કરી હતી. મેં એક ગાય અને એક ભેંસથી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં માસિક આવક 7 હજારની જ હતી. દૂધ ધારા ડેરીમાં જોડાયા બાદ ત્યાંથી પણ મને પશુધન પ્રાપ્ત થયા છે. ધીમે-ધીમે મેં પશુધનમાં વધારો કર્યો અને આજે મારી પાસે 19 ગાય અને 10 ભેંસ છે. માસિક 1.20 લાખની આવક
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું ગૌરવભેર જીવન જીવી રહી છું. માસિક 1.20 લાખની આવક માત્ર પશુપાલન વ્યવસાયથી જ મેળવી રહી છું. હું પોતે તો પગભર બની જ છુ, પરંતુ મારા પરિવારની નાની મોટી આર્થિક જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે પણ આજે હું સક્ષમ બની છું. પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય ગણાવતા કોકિલાબેન વસાવાએ વધુમાં જણાવ્યું કે, વર્મી કંપોસ્ટ ખાતરનું વેચાણ કરીને પણ હું વાર્ષિક 3 લાખની પૂરક આવક મેળવી રહી છું. મિશન મંગલમના માર્ગદર્શન અને સહાયથી મારુ જીવન આજે બદલાયું છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓએ ભવિષ્યમાં 50 ગાય અને 50 ભેંસ સુધીનો લક્ષ્ય સર કરવાનો સંકલ્પ લીધો છે. ‘પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવા સક્ષમ છું’
ઉલ્લેખનીય છે કે, લખપતિ એટલે એવી મહિલા કે જેમની વાર્ષિક આવક ઓછામાં ઓછી લાખ રૂપિયા હોય અને તેઓ પોતાની જરૂરિયાત માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન રહેતા જાતે આવક મેળવે. આજે કોકિલાબેન માસિક 1.20 લાખની આવક પ્રાપ્ત કરીને કુટુંબ સહિત વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારી અદા કરી રહ્યા છે. લખપતિ દીદી બની આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડી અન્ય મહિલાઓને પ્રેરણા આપી જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં નર્મદા જિલ્લાનો સહયોગ
વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રત્યેક ક્ષેત્રમાં જુદી-જુદી ઉપલબ્ધિઓ હાંસલ કરી આર્થિક રીતે પગભર બનવું જરૂરી અને મહત્વપૂર્ણ છે. ભારતના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરી પશુપાલન ક્ષેત્રે અવિરત સિદ્ધિઓ હાંસિલ કરી વિકસિત ગુજરાત ભારતને વિકાસની પ્રતિતિ કરાવે છે. ભારત દૂધ ઉત્પાદનમાં વૈશ્વિક કેન્દ્રબિંદુ બન્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાં 7.49 ટકા જેટલુ યોગદાન આપી રહ્યું છે. અમૂલ ડેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે
નોંધનીય છે કે, ગુજરાત આજે વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન કરે છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. જેમાં નર્મદા જિલ્લાની સહભાગીદારી પણ નોંધનીય છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો, 1.77 લાખથી વધુ ગાયવર્ગ અને 76 હજારથી વધુ ભેંસવર્ગ તેમજ 89 હજારથી વધુ બકરા છે. એમ કુલ નર્મદા જિલ્લામાં અંદાજિત 3.44 લાખ જેટલું પશુધન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments