back to top
Homeગુજરાતસેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન:રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનના શ્રીગણેશ સુરતની કંપની 15 ડિસેમ્બરથી ઉત્પાદન...

સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન:રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનના શ્રીગણેશ સુરતની કંપની 15 ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે

જલ્પેશ કાળેણા

ગુજરાતમાં આ મહિનેથી સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થશે. સુરતની સુચિ સેમિકૉન નામની કંપની 15 ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે. કંપની દ્વારા રોજની 3 લાખ ચિપનું નિર્માણ થશે. આ તમામ ચિપ અમેરિકાની ટી.વી, એસી. કોમ્પ્યુટર બનાવતી કંપનીને એક્સપોર્ટ કરવામાં આવશે. ગુજરાતમાં સેમિકંડક્ટર ઉત્પાદનની 4 કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી આ પહેલી કંપની છે જેમાં ઉત્પાદન શરૂ થશે. 15મી ડિસેમ્બરે ઉદ્દઘાટન થયા બાદ સુચી સેમિકોનમાં ચિપનું ઉત્પાદનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ટ્રાયલમાં 50 હજાર સેમિકંડક્ટર ચિપનો લોટ બનાવીને ટેસ્ટિંગ માટે અમેરિકા મોકલવામાં આવશે. ત્યાંથી એપ્રુવલ આવ્યા બાદ તેનું કોમર્શિયલ લેવલ પર ઉત્પાદન શરૂ કરવામાં આવશે. સુરતના ટેક્સટાઈલ વેપારી દ્વારા કડોદરા ખાતે સુચિ સેમિકોન કંપની સ્થાપવામાં આવી છે. જેમાં હાલ રોજની 3 લાખ સેમિકંડક્ટર ચિપનું ઉત્પાદન થશે, ત્યાર બાદ 3 વર્ષમાં આ કંપની રોજની 30 લાખ સેમિકંડક્ટર ચિપ બનાવે તેવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ કંપની દ્વારા 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. જે આગામી 3 વર્ષમાં 870 કરોડ રૂપિયા રોકાણ કરાશે. પ્લાન્ટ માટે મશીનરી જાપાન, કોરિયા, સિંગાપોર અને મલેશિયાથી મંગાવવામાં આવી છે. ચિપ માટેનું રોમટીરીયલ્સ જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવશે. 15મી તારીખે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્દઘાટન થશે. ઉદ્દઘાટન થયા પછી રોજની 3 લાખ ચિપનું ઉત્પાદન થશે. આ તમામ સેમિકંડક્ટર ચિપ અમેરિકાની કંપનીને એક્સપોર્ટ કરવામાં આવશે. સુચી સેમિકોનના ડિરેક્ટર શેલત મેહતાએ કહ્યું હતું કે, સેમિકંડક્ટર ચિપનું ઉત્પાદન કરવા માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેના માટે કંપની દ્વારા દેશ અને વિશ્વના અલગ અલગ દેશમાંથી એક્સપર્ટને ટીમમાં સામેલ કરાયા છે. કંપનીમાં બીટેક અને એમટેક સુધી અભ્યાસ કરેલા 50 એન્જિનિયર્સ, અને 25 આઈટીઆઈ ઓપરેટરની ભરતી કરવામાં આવી છે. તમામ સ્ટાફ મળી કંપનીમાં 150 લોકોનો સ્ટાફ છે. આ તમામ કર્મચારીઓની છેલ્લાં ત્રણ મહિનાથી ટ્રેનિંગ ચાલી રહી છે. તેઓ રોજની 3 લાખ ચિપનું ઉત્પાદન કરશે. સુચી સેમિકોનના એમ.ડી અશોક મહેતા દ્વારા વર્ષ 2021થી સતત 2 વર્ષ સુધી રિસર્ચ અને સંશોધન કરવામાં આવ્યું હતું. સેમિકંડક્ટર ચિપ કેવી રીતે બને? તેનો ઉપયોગ ક્યાં થાય?, કંપની કેવી હોય?, તેની મશીનરી કેવી હોય?, તેમાં કોણ કામ કરે? સહિતની વિગતો જાણવા માટે 2 વર્ષ સુધી વિશ્વના અલગ અલગ 8 દેશમાં ફર્યા હતાં. જેમાં જાપાન, કોરિયા, તાઈવાન, મલેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, જર્મની સહિતા દેશમાં ફર્યા, જેમાં મલેશિયા 15 વખત ગયા જ્યારે જાપાન 3 વખત ગયા. સુરતમાં ઉત્પાદિત ચિપ ટી.વી, એસી, કોમ્પ્યુટર, ફ્રિઝ સહિતના ઈલેક્ટ્રિક ઉપકરણોમાં ઉપોયગ કરવામાં આવશે. અત્યાર સુધી 98 ચિપ વિદેશમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતી હતી. જેમાં ચાઈના, તાઈવાન, મલેશિયા, કોરિયા અને જાપાનથી ચિપ ઈમ્પોર્ટ થતી હતી. પરંતુ હવે આ ચિપનું સુરતમાં જ ઉત્પાદન થઈને ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. હાલ આ કંપની દ્વારા ટી.વી, એસી, કોમ્પ્યુટર, ફ્રિઝ સહિતના ઉપકરણોમાં ઉપયોગમાં લેવામાં આવતી સેમિકંડક્ટર ચિપ બનાવવામાં આવશે. ત્યાર બાદ કંપની દ્વારા ધીમે ધીમે ઓટો ઈન્ડસ્ટ્રીને લાગતી ચિપ્સ ચિપનું ઉત્પાદન કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં મેમરી ચિપ્સ પણ બનાવવાનું લક્ષ્ય છે. ચિપનું ડિઝાઈનિંગથી લઈને ટેસ્ટિંગ સુધીનું કામ એક જ જગ્યાએ થઈ શકશે. ચિપ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન: અશોક મહેતા સુચી સેમિકોનના એમ.ડી અશોક મેહતાએ કહ્યું હતું કે, આ કામ ખુબ જ પડકારજનક છે. પરંતુ આ ઉદ્યોગના સપોર્ટ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વર્ષ 2021માં કોરોના દરમિયાન સેમિકંડક્ટર ચિપની વિશ્વના ભરમાં તંગી હતી. જેના કારણે કાર સહિતની વસ્તુઓની ડિલવરી લોકોને સમયસર મળતી ન હતી. આ સમય ગાળા દરમિયાન મને વિચાર આવ્યો કે, આપડે ભારતમાં આવી ચિપ કેમ ન બનાવી શકીએ ? આપણો દેશ આત્મનિર્ભર કેમ ન બને? આ વિચાર સાથે રિસર્ચ શરૂ કર્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments