2025 સુધીમાં સુરતીઓના આનંદ પ્રમોદ માટેના હોટ ફેવરિટ ડેસ્ટિનેશન ડુમસના સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઇકો ટૂરિઝમ પાર્ક માણવા મળશે. પાલિકા કમિશનરે આ પ્રોજેક્ટની કામગીરીને ઝડપી બનાવી છે, તેથી ફેઝ-1ની કામગીરી 35 ટકા ઉપર પહોંચી ગઈ છે. ડુમસ સી-ફેઝ ડેવલપમેન્ટમાં ફેઝ-1ના પેકેજ-1માં 10.32 હેક્ટરમાં ઇકો ટૂરિઝમ પાર્ક, પેકેજ-2માં મરિન થીમ બેઇઝ લેન્ડસ્કેપિંગ તથા હોર્ટિકલ્ચર એરિયા, મરિન લાઇફ કોરિડોર જે 2.54 હેક્ટર મળી કુલ 12.86 હેક્ટરમાં સાકાર થઇ રહ્યો છે. આ ફેઝ-1ના પ્રોજેક્ટમાં મરિન થીમ બેઇઝ ડેવલોપમેન્ટ સાથે વિવિધ પ્રકારની રમતોનું પણ આયોજન કરવા માટે અર્બન બીચ તૈયાર થઈ રહ્યો છે, જેમાં પતંગ મહોત્સવ, બીચ વૉલીબૉલ જેવી દરિયા કિનારે રમી શકાય તેવી રમતો પણ રમી શકાશે. આ સુવિધાઓ ઉભી કરાશે સાઈકલ ટ્રેક અને વોક-વે એક કિ.મી. લંબાઈમાં તૈયાર થઈ રહ્યો છે, જેમાં વિવિધ પ્રકારનાં સ્કલ્પચરોનો સમાવેશ કરાયો છે. અરાઇવલ પ્લાઝામાં લાઈટિંગ પ્રોજેક્ટ, બેસવાની સુવિધા રખાઈ હોવાથી સહેલાણીઓને સારો અનુભવ થશે. કિડ્સ પ્લે એરિયા જેમાં નાનાં બાળકોને રમવાની સુવિધાઓનું આયોજન છે. 4 ઝોનમાં પ્રોજેક્ટ પતંગ મહોત્સવ, બીચ વૉલીબૉલ જેવી દરિયા કિનારાની રમતો રમી શકાશે પેકેજ-2માં એમિનિટીસ બિલ્ડિંગ, કાફેટેરિયા, મરીન થીમ બેઇઝ લેન્ડસ્કેપિંગ, હૉર્ટિકલ્ચર એરિયા, બેસવાની સુવિધા, વધારાના પાર્કિંગની સુવિધા, મરીન લાઇફ કોરિડોર સાથેનો વોકિંગ ટ્રેક અને સાઇકલ ટ્રેક છે. દરિયા કિનારાના વિવિધ પ્રકારનાં વૃક્ષો, છોડવાઓને સહેલાણીઓ અનુભવી શકે લેન્ડસ્કેપિંગ તૈયાર કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. મલ્ટિ લેવલ મિકેનાઈઝ કાર પાર્કિંગ બિલ્ડિંગ સાથે જી-1 માળમાં તૈયાર થનાર છે, જેમાં 450 ફોર વ્હીલર તથા 100 ટુ વ્હીલર પાર્કિંગની સુવિધાનું આયોજન છે તથા બિલ્ડિંગમાં ખાણી-પીણીની સુવિધા માટે 25 સ્ટોલ છે. ખુલ્લી જગ્યામાં 250 કાર તથા 300 ટુ વ્હીલર અને બસ પાર્કિંગની પણ સુવિધા કરાશે.