back to top
Homeગુજરાત1233 કરોડનો પાઇલટ પ્રોજેક્ટ:રાજકોટની 2000 સોસાયટીમાંથી 5.60 લાખ વીજપોલ હટાવી લઈ LT...

1233 કરોડનો પાઇલટ પ્રોજેક્ટ:રાજકોટની 2000 સોસાયટીમાંથી 5.60 લાખ વીજપોલ હટાવી લઈ LT લાઈન અન્ડરગ્રાઉન્ડ કરાશે, 2 વર્ષ પછી વીજસમસ્યા નહીં રહે

રાજકોટ અને કચ્છના ગાંધીધામમાં હવે એલટી લાઈન અન્ડર ગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ પીજીવીસીએલએ હાથ પર લીધો છે. આ માટે કુલ 1233 કરોડ રૂપિયાની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેની મંજૂરી મળી જતાં રાજકોટમાં કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ સહિત કુલ 8 સબ ડિવિઝન વિસ્તારમાંથી તબક્કાવાર કુલ 5.60 લાખ વીજપોલ દૂર કરી દેવામાં આવશે. બે વર્ષના સમયગાળામાં કુલ 2000 સોસાયટીમાંથી વીજપોલ દૂર કરીને અન્ડરગ્રાઉન્ડ લાઈન બિછાવી દેવામાં આવશે. આ માટે 6 સબ ડિવિઝનમાં 70-70 કરોડ રૂપિયાના ટેન્ડર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ખોખળદડ અને વાવડી સબ ડિવિઝનમાં 11KV લાઈન પણ અન્ડરગ્રાઉન્ડ કરવાની હોવાથી ત્યાં બે તબક્કે 70-70 મળી કુલ 140 કરોડના ટેન્ડર કરવામાં આવશે. કચ્છના ગાંધીધામમાં પણ એચટી અને એલટી લાઈન અન્ડર ગ્રાઉન્ડ કરવા માટે 533 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. જ્યારે રાજકોટમાં 8 સબ ડિવિઝનમાં એલટી અને એચટી લાઈન જમીનમાં બિછાવવા માટે કુલ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમ પીજીવીસીએલના અધિકારીએજણાવ્યું હતું. બે લાઈન હશે | એકમાં ફોલ્ટ થાય તો બીજી લાઈનથી પાવર મળશે અંડર ગ્રાઉન્ડ નેટવર્કમાં મુખ્ય વીજલાઈન સાથે અન્ય પેરેલલ સ્પેરમાં બીજી લાઈન પણ નાખવામાં આવશે. કારણ કે, મુખ્ય લાઈનમાં મેજર ફોલ્ટ થાય તો અન્ય પેરેલલ લાઈન એક્ટિવ કરી ગણતરીના સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય. પાઇલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આખા રાજકોટ શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવા માટેની પ્રપોઝલ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવી છે અને ગ્રાન્ટ મળતા કામગીરી શરૂ કરાશે. પાઇલટ પ્રોજેક્ટમાં રાજકોટના આ વિસ્તારને આવરી લેવાશે { વાવડી સબ ડિવિઝન હેઠળના વિસ્તાર { કાલાવડ રોડ અને તેની આસપાસના વિસ્તાર { મવડી સબ ડિવિઝન હેઠળનો એરિયા { માધાપર સબ ડિવિઝન હેઠળના વિસ્તારો { એચ.ટી-3 સબ ડિવિઝન હેઠળના વિસ્તારો { નાનામવા રોડ અને તેની આસપાસનો વિસ્તાર { રૈયા રોડ અને તેની નજીકનો એરિયા { ખોખડદળ સબ ડિવિઝન હેઠળના વિસ્તાર ફાયદા | વીજ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, મેન્ટેનન્સના ખર્ચા બચશે 1 વીજચોરી અને લાઇટ જવાની સમસ્યા ભૂતકાળ બનશે.વીજધારકોની વીજ સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. 2 રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામે આવતી સૌથી વધુ વીજચોરીની ઘટનાઓ પર રોક લાગી જશે. 3 ભારે પવન સાથે વરસાદ કે વાવાઝોડા સમયે વીજળી ગુલ થઈ થવાની સમસ્યા નહિવત બની જશે. 4 વીજપોલ ધરાશાયી થવાની તેમજ ટીસી બંધ થવાની ઘટના ભૂતકાળ બનશે. 5 PGVCLની કામગીરી પણ ઘટી જશે અને મેન્ટેનન્સ પાછળ થતા ખર્ચનો પણ બચાવ થશે. 6 જીવતા વીજવાયરોને ભૂલથી અડી જતા લોકો અને રિપેરિંગ કરતા વીજકર્મીઓના અકસ્માતની ઘટનાઓ બંધ થઈ જશે. 7 વરસાદ-વાવાઝોડું, ગરમી-ઠંડી-તડકો સહિતના પરિબળો વીજકેબલને કોઈ અસર નહીં કરે. ચાલુ માસમાં જ તબક્કાવાર કામગીરી શરૂ કરી દેવાશે શહેરના કેટલાક વિસ્તારમાં 1233 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું છે તેના ટેન્ડર અને વર્કઓર્ડર સહીતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. ડિસેમ્બરમાં એટલે કે ચાલુ માસમાં જ જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર કામ શરૂ કરી દેવાશે. > પ્રીતિ શર્મા, MD, પીજીવીસીએલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments