ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જૂન મહિનાથી અવકાશમાં અટવાયેલાં છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનાં કમાન્ડર છે અને અવકાશને લગતા વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે. સુનીતાએ તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાત કરી અને જણાવ્યું કે તે કેવી રીતે અવકાશમાં પાણી પીવે છે. આ વીડિયો જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા. સુનિતા વિલિયમ્સે તેમના વતન નીધમ, મેસેચ્યુસેટ્સની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે આ વાતચીત કરી હતી. એક વિદ્યાર્થીએ સુનિતાને પૂછ્યું કે તમે પાણી કેવી રીતે પીવો છો, જેના પછી સુનીતાએ પાણીનું પેકેટ કાઢ્યું અને પછી તેમાંથી સ્ટ્રોથી પાણીના કેટલાક પરપોટા બહાર આવ્યા. અવકાશયાનમાં ઉડતી વખતે સુનીતાએ આ પીધું હતું. સુનીતા અને વિલ્મોર બૂચે તાજેતરમાં અવકાશમાં છ મહિના પૂરા કર્યા. આ બંને જૂનના પહેલા સપ્તાહમાં સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા અવકાશમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે હવે બંનેએ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ત્યાં જ રોકાવું પડશે. તાજેતરમાં સુનીતાની એક તસવીરે હલચલ મચાવી દીધી હતી. તેમની તબિયતને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. એક ફોટામાં સુનીતા ખૂબ જ નબળી લાગી રહી હતી. તેમના ગાલ સુકાઈ ગયા હતા અને તેમનું શરીર પણ પાતળું દેખાતું હતું. નાસાથી લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો આનાથી આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, બાદમાં સુનીતાએ સ્પષ્ટતા કરી હતી કે તેનું વજન અવકાશમાં જવાના સમયે જેટલું હતું એટલું જ છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. સુનિતા વિલિયમ્સ ફસાયાં છે એ ISS અંદરથી કેવું છે? આપણાં ગુજરાતી મૂળનાં અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ બરાબરનાં ફસાયાં છે. નાસાએ તેમને ત્રીજીવાર અંતરિક્ષની યાત્રાએ ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યાં. માત્ર એક જ અઠવાડિયા માટેના આ મિશનમાં એવો લોચો સર્જાયો કે હવે કહેવાય છે કે તેઓ ફેબ્રુઆરી 2025 સુધી પાછાં ફરી શકે એમ નથી. આ આખું કમઠાણ ખુદ અમેરિકન સ્પેસ રિસર્ચ સંસ્થા NASA માટે પણ નાક કપાવવા જેવું છે, કેમ કે એક તો પહેલીવાર ખાનગી કંપની ‘બોઇંગ’ના ‘સ્ટારલાઇનર’ નામના યાનનો સમાનવ તરીકે ઉપયોગ કર્યો છે અને એમાં જ ભંગાણ પડ્યું છે. અમેરિકાનો ઇરાદો રશિયાના ‘સોયુઝ’ યાન પરની નિર્ભરતા દૂર કરીને આત્મનિર્ભર બનવાનો હતો, હવે કામચલાઉ ધોરણે એના પર પાણી ફરી વળ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર… અવકાશમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સે પરિવારને શું કહ્યું?
મહેસાણાના કડી તાલુકામાં ઝુલાસણ નામનું ગામ આવેલું છે. આ ગામ એટલે સુનિતા વિલિયમ્સનું વતન. સુનિતા વિલિયમ્સ અમેરિકાની પ્રખ્યાત સ્પેસ એજન્સી નાસાનાં અવકાશયાત્રી છે અને 5મી જૂને અન્ય અવકાશયાત્રીઓ સાથે સ્પેસમાં ગયાં હતાં. તેમને 13મી જૂને પૃથ્વી પર પાછું આવવાનું હતું, પણ સ્પેસ ક્રાફ્ટમાં સર્જાયેલી ખામીના કારણે તેઓ સ્પેસમાં ફસાઈ ગયાં છે. સ્પેસમાં ફસાયા બાદ તેમણે પૃથ્વી પર પોતાનાં પરિવારજનોને ફોન કર્યો હતો. આ ફોનમાં તેમણે શું કહ્યું હતું એની માહિતી અમદાવાદમાં રહેતા અને સુનિતાના પિતરાઇ ભાઇ દિનેશ રાવલે અમને આપી હતી. અમારી સાથેની વાતચીત દરમિયાન દિનેશભાઇ સુનિતાની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતાં-કરતાં રડી પડ્યા હતા. તેમણે અમારી સાથે સુનિતા વિલિયમ્સ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા પણ શેર કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર…