સુધીર બાબુ, મનોજ બાજપેયી અને જયદીપ અહલાવત પછી હવે સંજય દત્ત ‘બાગી 4’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સે સોમવારે સંજય દત્તનું શાનદાર પોસ્ટર શેર કરીને ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપી છે. સંજય દત્તને આ ખલનાયક લુકમાં જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. પહેલા પોસ્ટરમાં ટાઈગર શ્રોફનો કિલર લુક જોવા મળ્યો હતો. આજે ‘બાગી 4’નું એક નવું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં ફિલ્મના વિલનનું નામ સામે આવ્યું છે. સંજય દત્તનો ભયાનક લુક
‘નાયક નહીં ખલનાયક હું મેં’, આ લાઇન ‘ખલનાયક’ ફિલ્મમાં સંજય દત્તની છે અને હવે તે આ જ લાઇનને ફોલો કરતો જોવા મળે છે. સાજિદ નડિયાદવાલાની ‘બાગી 4’માં સંજય દત્ત વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. સાજિદ નડિયાદવાલાએ શેર કરેલા પોસ્ટરમાં એક્ટરે છોકરીની ડેડ બોડી પકડી છે અને તે લોહીથી લથપથ હાલતમાં જોવા મળે છે. સાથે જ આ પોસ્ટરમાં લખ્યું છે કે, ‘હર આશિક વિલન હૈ’. આ પોસ્ટર અને કેપ્શન પરથી લાગે છે કે એક્ટર પોતાનો પ્રેમ ગુમાવીને વિલન બની જાય છે. ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રીથી ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન
એક યુઝરે ફાયર ઇમોજી શેર કરતા લખ્યું, શું થશે આ વખતે, મારું તો મગજ ચકરાવે ચડી ગયું છે. તો બીજાએ લખ્યું વાહ, દમદાર. અન્ય એક યુઝર્સે ખુશી વ્યક્ત કરતા ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરી દીધી હતી. કોમેન્ટસમાં અન્ય યુઝર્સ પણ ફાયર અને હાર્ટ ઇમોજીસ સાથે ‘બાગી 4’ના નવા વિલનને પસંદ કરી રહ્યા છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ‘બાગી 4’નું ડિરેક્શન એ. હર્ષા કરી રહ્યા છે. બાગી ફ્રેન્ચાઈઝીની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. અત્યાર સુધી માત્ર ટાઈગર અને સંજયના લુક જ સામે આવ્યા છે. હિરોઈનને લઈને હજુ પણ સસ્પેન્સ છે.