ભરૂચ અને નર્મદા જિલ્લા રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માગ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કાઢી હતી. આ મમાલે ઝઘડિયા પોલીસના પીઆઈ ધારાસભ્ય સહિત 13 વ્યક્તિ સામે મંજૂરી વિના પદયાત્રા યોજી હોવાનો ગુનો નોંધાયો છે. આ મામલે ચૈતર વસાવા જેલ ભરો આંદોલનની ચીમકી આપી છે. સરકારના અધિકારીઓ દ્વારા કૌભાંડનો આરોપ
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માગ સાથે ભરૂચના રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે, ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ પદયાત્રા રેલી યોજી હતી. 30મી નવેમ્બરના રોજ પ્રાંત પાસે પરવાનગી માગી હતી
પાંચ દિવસ બાદ રાજપારડી પોલીસેના પીઆઈ એચ.બી.ગોહિલે પોતે ફરીયાદી બનીને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 13 વ્યક્તિઓ સામે તારીખ 3જી ડિસેમ્બરના રોજ મંજૂરી વિના પદયાત્રા યોજવાનો ગુનો દાખલ કરાયો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડીયા સુધીની અમે પદયાત્રા યોજી હતી. ત્યારે રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે. અમે 30 નવેમ્બરે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીની પણ પરવાનગી માંગી હતી. કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયના લીધે અમને પરવાનગી આપવામાં આવી ન હતી. આગામી સમયમાં અમે જેલ ભરવા માટે આવી રહ્યા છે- વસાવા
આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા નથી અને અમે કોઈપણ જગ્યાએ ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી. છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા મારા પર ખોટી FIR કરવામાં આવી છે. આજે પણ એક મહિલાને ટ્રક દ્વારા કચેરી નાખવામાં આવી છે. અઠવાડિયામાં બે ત્રણ યુવાનોને આ રીતે કચડી નાખવામાં આવે છે. ત્યારે કેમ પોલીસ અધિકારીઓ આ વાતને ધ્યાનમાં નથી લેતા અને કેમ એફઆઇઆર નથી કરતા? અમે ભરૂચની જનતા સાથે છીએ, જે પણ ભૂમાફિયા હશે કે ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે પોલીસ અધિકારી હશે અમે કોઈથી ડરવાના નથી. આવનાર દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છીએ.