ગાંધીજીએ કરેલ મીઠાના સત્યાગ્રહમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ચાલતા જઈને પદયાત્રા યોજી હતી, તે જ રીતે NCC કેડટ્સ દ્વારા આજથી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે, જે 410 કિમીનું અંતર કાપીને દાંડી પહોંચશે. આ યાત્રાનો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. યાત્રામાં એનસીસી કેડેટ સાથે આર્મીના જવાનો પણ હાજર રહ્યા હતા. પદયાત્રાનો શિક્ષણમંત્રીએ પ્રારંભ કરાવ્યો
ગુજરાત NCC કેસેટ્સ દ્વારા અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી આ પદયાત્રા આગામી 24 ડિસેમ્બર સુધી ચાલશે. આ યુવાનો રોજ 30થી 40 કિલોમીટરનું અંતર પ્રમાણે 410 કિલોમીટર અંતર કાપી દાંડી પહોંચશે. રસ્તામાં આવતા ગામોમાં લોકોને વ્યસન મુક્તિ અંગે પણ સંદેશો આપશે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં NCC કેસેટ્સ જોડાયા છે. આ પદયાત્રાનો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રારંભ કરાવ્યો હતો. ‘આ એક રાષ્ટ્રનિર્માણનું દિશા-સૂચન છે’
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, આ એક સંદેશ છે, આ એક રાષ્ટ્રનિર્માણનું દિશા-સૂચન છે. એનસીસી કેડેટ્સ દ્વારા કરાયેલો આ પ્રયાસ ભલે નાનો છે, પણ તેનો સંદેશ ખૂબ જ મોટો છે. આ યુવાનો ચાલતા દાંડી સુધી જશે, જેમાં તેઓ ગ્રામ્ય જીવન જોશે અને તેમને રાષ્ટ્ર નિર્માણનો સંદેશો આપશે. વર્ષ 2047 માટે પૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તો કરી જ દઈશું, પરંતુ જ્ઞાતિવાદ-જાતિવાદ સિવાય રાષ્ટ્રવાદનો સંદેશો યુવાનો સુધી પહોંચાડવો જરૂરી છે. જે કામ NCC કેડેટ્સના યુવાનો કરી રહ્યા છે.