back to top
Homeગુજરાતધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર:હોળી ધૂળેટીની રજાને કારણે 13...

ધોરણ 12 સમાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર:હોળી ધૂળેટીની રજાને કારણે 13 માર્ચે પૂર્ણ થતી બોર્ડની પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થનારી પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જોકે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલવાની હતી, પરંતુ હોળી-ધુળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 7 માર્ચે યોજાનારી પરીક્ષા હવે 12 માર્ચે યોજાશે
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે. 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે
સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે યોજાવાની હતી તેની જગ્યાએ 15 માર્ચે યોજાશે. અને 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. આમ 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા માત્ર 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફરેફાર કરવામાં આવ્યો છે. જુઓ ધોરણ 12 સમાન્ય પ્રવાહની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ… તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે. 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે
દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે. અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે. બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે. વાંચો ધોરણ 10 અને 12ની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ… 23 માર્ચે લેવાશે ગુડકેટની પરીક્ષા
આ સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ 2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. ગુજકેટ 2025નું આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે અંગેની જાણ અખબારી યાદી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments