તારીખ 10મી ડિસેમ્બર 2024ના રોજ દિવ્યભાસ્કર દ્વારા ‘વસ્ત્રદાન એક પહેલ’ નું કેમ્પેન છેલ્લા એક મહિનાથી ચાલુ છે જેમાં અહિલ્યાબાઇ હોલકર શાળા નંબર 185 પણ સહભાગી થઈ. અભ્યાસક્રમ અંતર્ગત મૂલ્યલક્ષી શિક્ષણ એક બાબત આવે છે જેમાં બાળાઓ અને વાલીઓ, શિક્ષકો અને શાળાની સેવિકા બહેનો દ્વારા પણ આ વસ્ત્રદાન કરી “JOY OF GIVING “નો આનંદ મેળવ્યો. આ કાર્યક્રમમાં સ્કૂલ મેનેજમન્ટ કમિટી સદસ્યો અન્ય શિક્ષણવિદ અશોકભાઈ સુથાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 800 થી 1 હજાર જેટલા વસ્ત્રોનું દાન મળ્યું હતું. જેમાં બ્લેન્કેટ, મફલર,શાલ, સ્વેટર ટોપી જેવી વસ્તુઓ મળી હતી.