back to top
Homeગુજરાતપંચમહાલ જિલ્લામાં ઠંડીનો ચમકારો:ગોધરા શહેરમાં કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે ગોધરાના નગરજનો તાપણા...

પંચમહાલ જિલ્લામાં ઠંડીનો ચમકારો:ગોધરા શહેરમાં કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે ગોધરાના નગરજનો તાપણા તેમજ ચાયની ચુસ્કી લેતા નજરે પડ્યા

હવામાન વિભાગની આગાહી લઈને પંચમહાલ જિલ્લા સહિત ગોધરાના નગરજનો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે જોવા મળી રહ્યો છે. જેમાં ગોધરા નગરજનો કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે તાપણા તેમજ ચાયની ચુસ્કી લેતા નજરે પડી રહ્યા છે. જોકે આવનાર સમયમાં વધુ ઠંડી પડવાની આગાહી સાથે ગોધરા વાસીઓ ગરમ ટોપી, મફલર અને સ્વેટરથી સજ્જ બન્યા છે. બીજી બાજુ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો મોટી સંખ્યામાં વહેલી સવારે મોર્નિંગ વોક અને કસરતમાં પણ મોટી સંખ્યામાં જતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોના જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષના પગલે મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. સાથે જ તાપમાનમાં ભારે ઘટાડો તથા ઠંડો પવન ફુકાતા ઠંડીની અસર શરૂ થઈ છે. ગુજરાત સહિત પંચમહાલમાં પણ તાપમાનમાં ધટાડો તથા ઠંડા પવન ફુકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગોધરા નગરજનો કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે તાપણા તેમજ ચાયની ચુસ્કી લેતા નજરે પડી રહ્યા છે. બીજી બાજુ આખો દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેતા જનજીવન પ્રભાવિત બન્યું છે અને ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. મહત્વનું છે કે, હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાત સહિત જિલ્લામાં થર થર કંપાવતી ઠંડી પડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments