back to top
Homeબિઝનેસભારતે $1 ટ્રિલિ. રોકાણ હાંસલ કર્યું:વિદેશી રોકાણકારો માટે ભારત રોકાણ હબ!

ભારતે $1 ટ્રિલિ. રોકાણ હાંસલ કર્યું:વિદેશી રોકાણકારો માટે ભારત રોકાણ હબ!

વર્તમાન નાણાવર્ષ 2024-25ના પ્રથમ છ મહિના દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 26%ની વૃદ્ધિ સાથે તે $42.1 અબજ વધ્યું છે, જે સાથે જ હવે ભારતે આ સદીની શરૂઆતથી $1 ટ્રિલિયનની એફડીઆઇનો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. ભારતે તેની આર્થિક સફરમાં એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન હાંસલ કરતા, એપ્રિલ 2000 બાદથી $1 ટ્રિલિયનનું વિદેશી રોકાણ મેળવ્યું છે. વાણિજ્ય અને ઔદ્યોગિક મંત્રાલયે જણાવ્યું હતું કે આ ગ્રોથ વૈશ્વિક રોકાણના હબ તરીકે ભારતના વધતા આકર્ષણને દર્શાવે છે. એફડીઆઇએ નોંધપાત્ર નોન ડેટ ફાઇનાન્સિયલ સ્ત્રોત પૂરા પાડવા ઉપરાંત મજબૂત ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોજગારી માટેની તકો ઉભી કરીને દેશના વિકાસમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર મેક ઇન ઇન્ડિયા, સેક્ટોરલ નીતિમાં ઉદારીકરણ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવી પહેલોએ રોકાણકારોના ભરોસાને વધુ મજબૂત બનાવ્યો છે તેમજ સ્પર્ધાત્મક શ્રમ ખર્ચ અને વ્યૂહાત્મક ઇન્સેન્ટિવે મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષિત કરવાનું યથાવત્ રાખ્યું છે.છેલ્લા એક દાયકામાં વચ્ચે, કુલ વિદેશી રોકાણ $709.84 અબજ હતું, જે છેલ્લા 24 વર્ષમાં એકંદરે નોંધાયેલા એફડીઆઇના 68.69% હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments