back to top
Homeબિઝનેસભાસ્કર ખાસ:ખાનગી કંપનીઓનો નફો 15 વર્ષના સર્વોચ્ચ સ્તરે પરંતુ કર્મચારીઓને પગારવધારો 4...

ભાસ્કર ખાસ:ખાનગી કંપનીઓનો નફો 15 વર્ષના સર્વોચ્ચ સ્તરે પરંતુ કર્મચારીઓને પગારવધારો 4 વર્ષમાં કાચબાની જેમ વકર્યો

ભારતીય કંપનીઓએ કોરોના મહામારી બાદ ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. તાજેતરમાં જ યુએસ બિલિયોનેર એમ્બિશન્સ પર એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં અબજોપતિઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કૈંટરના અહેવાલ મુજબ દેશનો મધ્યમ વર્ગ સંકોચાઈ રહ્યો છે તેની વસ્તુઓ ખરીદવાની ક્ષમતા ઘટી ગઈ છે. તેનું સૌથી મોટું કારણ મધ્યમ વર્ગના પગારમાં ધીમો વૃદ્ધિ દર છે અને હવે સરકારે પણ કંઈક આવું જ કહ્યું છે. સરકારે કેટલાક આંકડા આપ્યા છે જે દર્શાવે છે કે 15 વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે. આ 15 વર્ષોમાં જ્યારે ખાનગી કંપનીઓનો નફો સર્વોચ્ચ સ્તરે રહ્યો છે, ત્યારે કર્મચારીઓના પગારમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. આ બાબતે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને ખાનગી ક્ષેત્રની કંપનીઓને ચેતવણી આપી હતી. ખાનગી કંપનીઓના વધતા નફા અને કર્મચારીઓના પગારમાં ધીમી વૃદ્ધિને લઈને એક અહેવાલ રજૂ કરાયો છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપીમાં 5.4 ટકાના તીવ્ર ઘટાડાથી નીતિ ઘડવૈયાઓમાં ચિંતા વધી ગઈ છે. આ ત્યારે છે જ્યારે છેલ્લા ચાર વર્ષમાં ખાનગી કંપનીઓના નફામાં ચાર ગણો વધારો થયો છે તે પ્રમાણમાં પગાર વધ્યો નથી. ઇન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કી અને ક્વેસ કોર્પ લિ.એ સરકાર માટે રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં છ સેક્ટરના કર્મચારીઓના 4 વર્ષના પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 6 સેક્ટર SFSI (બેન્કિંગ, ફાઇ.સર્વિસિસ અને વીમા ક્ષેત્ર), EMPI (એન્જિનિયરિંગ, ઉત્પાદન, પ્રોસેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર), FMCD/FMCG, આઈટી લોજિસ્ટિક્સ અને રિટેલનો સમાવેશ થાય છે. ઉપરોક્ત સેક્ટરની મોટાભાગની કંપનીઓનો માર્ચ 2024માં કોર્પોરેટ નફો છેલ્લા 15 વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે હતો. નાગેશ્વરન અનુસાર છેલ્લા 4 વર્ષમાં ખાનગી કંપનીઓનો નફો ચાર ગણો વધ્યો છે. સેક્ટર મુજબ કેટલો પગાર વધારો થયો ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments