અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાના ઘરેલુ પ્રાણી સારસંભાળ કેન્દ્ર, બચાવવામાં આવેલા 400 ઘરેલું પ્રાણીઓ માટે આજીવન આશ્રયસ્થાન પૂરું પાડવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં 74 ભેંસો અને 326 બકરીઓનો સમાવેશ થાય છે, જે ગઢીમાઈ ઉત્સવ સાથે જોડાયેલી ક્રૂર પ્રાણી બલિમાંથી બચાવ્યા છે. આ બચાવ અભિયાનનું નેતૃત્વ ભારતની અગ્રણી ગુપ્તચર સંસ્થા સશસ્ત્ર સીમા બળ (S.S.B)એ કર્યું હતું, જેમાં બિહાર સરકાર તરફથી મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રાણીઓ, જેને બલિ માટે ભારતના વિવિધ ઉત્તર પ્રાંતોમાંથી નેપાળ તરફ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યા હતા, તેમને S.S.Bના કર્મચારીઓએ બચાવી લીધા હતા. આમાં ભારતના અગ્રણી પ્રાણી કલ્યાણ સંગઠનો પિપલ ફોર એનિમલ્સ (P.F.A) અને હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ (S.H.I)નો મહત્વપૂર્ણ સહકાર મળ્યો હતો. પ્રાણીઓની વનતારાના ઘરેલુ પ્રાણી સારસંભાળ કેન્દ્રમાં જરૂરી સારસંભાળ થશે
વનતારાના પશુચિકિત્સકોએ બચાવવામાં આવેલી પ્રાણીઓનું પરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે બચાવાયેલા પ્રાણીઓને દિવસો સુધી ભોજન કે પાણી વિના કઠિન પ્રવાસ સહન કરવો પડ્યો હતો. હવે આ પ્રાણીઓની વનતારાના ઘરેલુ પ્રાણી સારસંભાળ કેન્દ્રમાં જરૂરી સારસંભાળ થશે. આ પ્રાણીઓમાંની 21 નાની બકરીઓ, જેમને વિશેષ સંભાળની જરૂર છે, તેમને દેહરાદૂનના ‘હેપી હોમ સેન્ક્ચુરી’માં ખસેડાશે, જે પિપલ ફોર એનિમલ્સ (P.F.A), ઉત્તરાખંડ દ્વારા સંચાલિત છે. પિપલ ફોર એનિમલ્સ પબ્લિક પૉલિસી ફાઉન્ડેશનના સ્થાપકે ગૌરી મૌલેખીએ જણાવ્યું હતું કે, ‘સશસ્ત્ર સીમા બળ (S.S.B) અને બિહાર સરકારે અપવાદરૂપ મુશ્કેલ સંજોગોમાં ગેરકાયદેસર પશુ પરિવહનને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દુર્લભ અને ગંભીર પરિસ્થિતિમાં, અમારી ટુકડીઓએ, S.S.Bના સહયોગથી, કાયદાના અમલીકરણ અને સંવેદનશીલ જીવોના રક્ષણ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવીને, આ પ્રાણીઓને સફળતાપૂર્વક બચાવ્યા.’