આજે એટલે કે 13મી ડિસેમ્બરે સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,180ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો થયો છે, તે 24,200ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ઘટી રહ્યા છે અને 1 વધી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 48 ઘટી રહ્યા છે અને 2 વધી રહ્યા છે. એનએસઈના તમામ ક્ષેત્રો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.45%નો ઘટાડો જોવા મળ્યો છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટનો આઈપીઓ આજે ખુલ્યો હીરા અને જ્વેલરીને પ્રમાણિત કરતી કંપની ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજે ખુલી છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 17 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 20 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. કંપની આ ઈસ્યુ દ્વારા ₹4,225 કરોડ એકત્ર કરવા માગે છે. આ માટે કંપનીના હાલના રોકાણકારો ₹2,750 કરોડના 65,947,242 શેર વેચી રહ્યા છે. આ સાથે, કંપની ₹1,475 કરોડના 35,371,702 નવા શેર જાહેર કરી રહી છે. ગઈ કાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આ પહેલા ગઈકાલે એટલે કે 12 ડિસેમ્બરે સેન્સેક્સ 236 પોઈન્ટના ઘટાડા સાથે 81,289ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 93 પોઈન્ટ ઘટીને 24,548 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો અને 12માં તેજી હતી. નિફ્ટીના 50માંથી 35 શેરોમાં ઘટાડો હતો. એનર્જી, એફએમસીજી અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, આઇટી અને બેન્કિંગ શેર્સમાં વૃદ્ધિ જોવા મળી હતી.