back to top
Homeભારતરિઝર્વ બેંકને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી:રશિયન ભાષામાં ઈમેલ કર્યો; દિલ્હીની 6 સ્કૂલોને...

રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી:રશિયન ભાષામાં ઈમેલ કર્યો; દિલ્હીની 6 સ્કૂલોને આજકાલમાં ધમાકો કરી ઉડાડી દેવાની ધમકી મળી

દિલ્હીની 6 શાળાઓ અને મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને બોમ્બની ધમકી મળી છે. રશિયન ભાષામાં આ ધમકીભર્યો ઈ-મેલ ગુરુવારે બપોરે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આવ્યો હતો. અગાઉ 16 નવેમ્બરે RBI કસ્ટમર કેરને ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ મુંબઈ પોલીસ એલર્ટ પર છે. મુંબઈ પોલીસના ઝોન 1નાં DCPએ જણાવ્યું કે માતા રમાબાઈ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આજે સવારે દિલ્હીની 6 શાળાઓને પણ ધમકીઓ મળી હતી. શાળાઓને ઈમેલ મોકલનાર વ્યક્તિએ લખ્યું છે કે 13-14 ડિસેમ્બરે બોમ્બ વિસ્ફોટ થશે. દિલ્હીની 6 શાળાઓને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો શુક્રવારે સવારે દિલ્હીની છ શાળાઓને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રાત્રે 12:54 વાગ્યે ઈમેલ આવ્યો હતો જેમાં પેરેન્ટ્સ મીટિંગ અને સ્પોર્ટ્સ ડે પર હુમલાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ વિહારની ભટનાગર ઈન્ટરનેશનલ સ્કૂલથી સવારે 4:21 વાગ્યે, શ્રી નિવાસ પુરીની કેમ્બ્રિજ સ્કૂલથી સવારે 6:23 વાગ્યે, ડીપીએસ અમર કોલોનીથી સવારે 6:35 વાગ્યે, સાઉથ દિલ્હી પબ્લિક સ્કૂલ ઑફ ડિફેન્સ કોલોનીને સવારે 7:57 વાગ્યે, દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ, સફદરજંગથી સવારે 8:02 વાગ્યે અને વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલ, રોહિણીમાંથી સવારે 8:30 વાગ્યે ધમકીભર્યા ઈમેલ અને કોલ્સ મળ્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ આ શાળાઓમાં તપાસ માટે પહોંચી ગયા છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. શાળા પ્રશાસને વાલીઓને મેસેજ મોકલીને વિનંતી કરી છે કે તેઓ તેમના બાળકોને શાળાએ ન મોકલે. કેજરીવાલે ટ્વીટ કર્યું ધમકીનો મેઇલ મળ્યા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે એક જ સપ્તાહમાં બીજી વખત દિલ્હીની શાળાઓને બોમ્બની ધમકી મળી છે, જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. જો આમ જ ચાલુ રહેશે તો બાળકો માટે કેટલું ખરાબ થશે? તેમના અભ્યાસનું શું થશે? ગયા મહિને પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો અને પોતાની ઓળખ લશ્કર-એ-તૈયબાના સીઈઓ તરીકે આપી હતી. તેણે સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન બંધ કરી દીધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વિમાનો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઘણા ધમકીભર્યા કોલ અને મેઇલ આવી રહ્યા છે. 9 ડિસેમ્બરે 44 શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો. આ પછી ઘણી તપાસ એજન્સીઓએ શાળા પરિસરમાં સર્ચ કર્યું. ધમકી બાદ બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. મેઇલ મોકલનાર વ્યક્તિએ બોમ્બ વિસ્ફોટ ન કરવા બદલ 30 હજાર યુએસ ડોલર માંગ્યા હતા. મે 2024માં પણ 150થી વધુ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ સંબંધિત ઈમેલ મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments