back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મહોર:પાકિસ્તાન નહીં જાય ટીમ, UAEમાં રમાશે...

ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મહોર:પાકિસ્તાન નહીં જાય ટીમ, UAEમાં રમાશે ઈન્ડિયાની તમામ મેચ; ભારતના કડક વલણથી PAK ઝુક્યું પણ સામે રાખી શરત

ICCએ પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન પણ બે દેશોમાં યજમાની કરવા માટે સંમત થયું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ દુબઈમાં રમાશે. ભારત તેની તમામ મેચ યુએઈમાં જ રમશે, અહીં 2 નોકઆઉટ મેચ પણ રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને શરત રાખી છે. 2026 T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટની યજમાની કરી છે. ટીમ ઈન્ડિયાએ હાઈબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાની માગ કરી હતી. એટલા માટે પાકિસ્તાન પણ ભારતમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ તટસ્થ સ્થળ પર જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ટુર્નામેન્ટનું વિગતવાર શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. BCCI અને PCBની સંમતિ મળ્યા બાદ ICC શેડ્યૂલ જાહેર કરી શકે છે. પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે 2017માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તમામ 15 સભ્યો હાઇબ્રિડ મોડલ માટે સંમત
ICCના નવા અધ્યક્ષ જય શાહની હાજરીમાં 3 ડિસેમ્બરે બોર્ડના તમામ સભ્યોની બેઠક યોજાઈ હતી. શાહ આ મહિને દુબઈમાં હેડક્વાર્ટર પણ પહોંચ્યા હતા. બેઠકમાં બોર્ડના તમામ 15 સભ્યો હાઇબ્રિડ મોડલ માટે સંમત થયા હતા. પાકિસ્તાને પણ બેઠકમાં નિર્ણયનો વિરોધ કર્યો ન હતો. 15માંથી 5 મેચ યુએઈમાં યોજાશે
8 ટીમ વચ્ચે 15 મેચની ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે, જોકે સત્તાવાર શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારત તેની ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ UAEમાં રમશે. અહીં સેમીફાઇનલ અને ફાઇનલ પણ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. PCBએ મીટિંગમાં 4-5 માગણીઓ રજૂ કરી હતી, પરંતુ ICCએ મોટાભાગની માગણીઓ ફગાવી દીધી હતી. પાકિસ્તાન ભારતના ગ્રુપમાં રહેવા માગતું નથી
PCBએ એવી પણ માગણી કરી હતી કે જો ભારત તટસ્થ સ્થળે રમવા માગે છે તો પાકિસ્તાનને તેના ગ્રુપમાંથી હટાવી દેવું જોઈએ. જેથી પાકિસ્તાને તેની તમામ ગ્રુપ મેચ હોમ ગ્રાઉન્ડ પર જ રમવી જોઈએ, પરંતુ બ્રોડકાસ્ટર્સ સાથે આઈસીસી અને બીસીસીઆઈએ પણ આ માગનો વિરોધ કર્યો, કારણ કે કોઈપણ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મેચ બ્લોકબસ્ટર ઈવેન્ટ જેવી હોય છે. 1 માર્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમ સામસામે આવી શકે છે. PCB ઈચ્છે છે કે તેની નાણાકીય વર્ષની આવકમાં 5.75 ટકાનો વધારો થાય. ઉપરાંત, 2031 સુધી, ભારતમાં યોજાનારી તમામ મોટી ઈવેન્ટ્સ માત્ર હાઈબ્રિડ મોડલમાં જ હોવી જોઈએ. ભારતે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં પાકિસ્તાન મક્કમ હતું કે ભારતે પાકિસ્તાનમાં આવવું પડશે, પરંતુ ભારતના કડક વલણ બાદ આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે. આ સમાચાર પણ વાંચો…. ભાસ્કર એક્સક્લૂસિવ: ઈન્ડિયા કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય: સરકારે BCCIને કહ્યું- ચેમ્પિયન્સ ટ્રોફી તટસ્થ સ્થળે યોજવી જોઈએ, નહીં તો ભારત એનું આયોજન કરશે​​​​​​​​​​​​​​ ટીમ ઈન્ડિયા કોઈપણ પરિસ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. BCCIનાં સૂત્રોએ જણાવ્યું કે, જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ માટે સહમત નહીં થાય તો ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટ નહીં રમે. જો PCB ટુર્નામેન્ટનું આયોજન નહીં કરે તો ભારત તેની યજમાની કરવા પણ તૈયાર છે. ICCએ 29 નવેમ્બરે બેઠક બોલાવી છે, જેમાં સ્થળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વધુ વાંચવા ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments