બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ આજથી બ્રિસ્બેનમાં રમાશે. 5 મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. ભારતે પહેલી મેચ 295 રને અને બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી હતી. બ્રિસ્બેનમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર 1 મેચ જીતી શક્યું છે. ઓસ્ટ્રેલિયાએ 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. મેચની ડિટેઇલ્સ…
તારીખ- 14મી ડિસેમ્બર
સ્થળ- ગાબા સ્ટેડિયમ, બ્રિસ્બેન
સમય- ટૉસ- 5:20 AM, મેચ શરૂ- 5:50 AM પંતે અહીં 89 રનની અણનમ ઇનિંગ રમી
છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેસ્ટ ધ ગાબા ખાતે રમાઈ હતી, જેમાં ભારત 3 વિકેટે જીત્યું હતું. અગાઉ, બ્રિસ્બેનનું ધ ગાબા સ્ટેડિયમ 2020 સુધી ઓસ્ટ્રેલિયાનો કિલ્લો હતો. ઘરઆંગણે 1988થી અત્યાર સુધી અહીં એકપણ ટેસ્ટ હારી નહોતી. 2021માં, ભારતે અહીં ટેસ્ટ 3 વિકેટથી મેચ જીતી અને સિરીઝ પણ જીતી. આ મેચમાં વિકેટકીપર બેટર રિષભ પંતે 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓવરઓલ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયા આગળ બુમરાહ સિરીઝનો હાઇએસ્ટ વિકેટ-ટેકર
બીજી ટેસ્ટમાં ભારતની સમગ્ર બેટિંગ લાઇન અપ નિષ્ફળ રહી હતી. પ્રથમ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જયસ્વાલ સિરીઝમાં ટીમનો ટૉપ સ્કોરર છે. ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં 12 વિકેટ લીધી છે. તે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. હેડ સિરીઝનો ટૉપ સ્કોરર
ઓસ્ટ્રેલિયા માટે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડ સિરીઝનો ટૉપ સ્કોરર છે. તેણે પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ શાનદાર 89 રન બનાવ્યા હતા. બોલિંગમાં મિચેલ સ્ટાર્કે ટીમ માટે સૌથી વધુ 11 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ
ત્રીજી ટેસ્ટમાં ગાબા પિચ અંગે ક્યુરેટર ડેવિડ સેન્ડરસ્કીએ કહ્યું કે, અહીંની પિચ વર્ષના અલગ-અલગ સમયે અલગ-અલગ વર્તન કરે છે. મેચના અંતમાં પિચ થોડી વધુ તૂટી જાય છે, જ્યારે શરૂઆતમાં તે વધુ તાજી હોય છે. જો કે, અમે એવી પિચ તૈયાર કરી રહ્યા છીએ જેમાં પેસ અને બાઉન્સ હોય. ગાબા આ પ્રકારની પિચ માટે જાણીતું છે. આ વર્ષે પણ પાછલા વર્ષોની જેમ અમે પરંપરાગત ગાબા પિચ તૈયાર કરી રહ્યા છીએ. ટૉસનો રોલ
બ્રિસ્બેનમાં ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરી શકે છે. અત્યાર સુધી અહીં 66 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 26 મેચ જીતી છે. પહેલી બોલિંગ કરનાર ટીમે પણ 26 મેચ જીતી છે. પરંતુ છેલ્લી 4 મેચમાંથી પ્રથમ બોલિંગ કરનાર ટીમે 3 મેચ જીતી છે. હવામાનની સ્થિતિ
વરસાદ આ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. હવામાન વેબસાઈટ એક્યુવેધર અનુસાર, 14 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં સૌથી વધુ 88% વરસાદની સંભાવના છે. મેચના બીજા દિવસે વરસાદની 49% અને ચોથા દિવસે વરસાદની 42% સંભાવના છે. ત્રીજા અને પાંચમા દિવસે પણ 25-25% વરસાદ થવાનો અંદાજ છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના, જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.