back to top
Homeગુજરાતસરકાર તમારી ‘ડ્યૂટી’ ખોટી:સુરત, રાજકોટ બાદ હવે અમદાવાદમાં લીલાપુર જમીન કૌભાંડ, સ્ટેમ્પ...

સરકાર તમારી ‘ડ્યૂટી’ ખોટી:સુરત, રાજકોટ બાદ હવે અમદાવાદમાં લીલાપુર જમીન કૌભાંડ, સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં ભ્રષ્ટાચાર

દેવેન્દ્ર ભટનાગર, ભાવિન પટેલ

સુરતના મગોબ ગામની ગૌચરની 100 કરોડ રૂપિયાની જમીનના મસમોટા કૌભાંડની હજુ તો તપાસ શરૂ થઈ છે ત્યાં તો રાજકોટની 40 વર્ષ જૂની જમીનોના અંદાજે 17 નકલી દસ્તાવેજોનું કૌભાંડ સામે આવ્યું અને હવે રાજ્ય સરકારની ચિંતા વધે તેવું વધુ એક મસમોટું લીલાપુરનું જમીન કૌભાંડ સામે આવ્યું છે.
વૈષ્ણોદેવી પાસેના લીલાપુરના સરવે નંબર 30-31ની 24 વીઘા જમીન ગુજરાત હાઈકોર્ટનો મનાઈહુકમ હોવા છતાં વેચાઈ ગઈ અને તેનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો, તપાસમાં સામે આવ્યું છે કે ભોળા ખેડૂતોને ફોસલાવીને સોલા સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ મિલીભગત કરીને દસ્તાવેજ બનાવી દીધો હતો. આ અધિકારીઓની ગૅંગે તેમના ઉચ્ચ અધિકારીને સાથે લઈને આ આખો ખેલ પાડી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર મુદ્દે તપાસ કરાશે
તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ બાદ જે લોકો જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે” > જેનુ દેવન (મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપરિ.ઑફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષક) આવી રીતે કરાયું લીલાપુરની જમીનનું 250 કરોડ રૂપિયાનું કૌભાંડ અ મદાવાદના વૈષ્ણોદેવી પાસેના લીલાપુરમાં જમીનના ભાવ ભડકે બળે છે, ઘાટલોડિયા તાલુકાના મોજે લીલાપુર ગામની ખાતા નંબર 149-સરવે નંબર 30 (જૂના બ્લોક સરવે નંબર 51 પૈકી) અને 31 ( જૂના બ્લોક સરવે નંબરની 51 પૈકીની કુલ પ્ર.સ.પ્રની સાથે જૂની શરતના ઉલ્લેખવાળી 24 વીઘા જમીનના કેસમાં હાઈકોર્ટે 31-3-2017 અને 27-2-2019એ મનાઈહુકમ આપ્યો હતો. આમ છતાં ભ્રષ્ટ અધિકારીઓએ દસ્તાવેજ કરી નાખ્યો. તેમાં ખેડૂતોની સહીઓમાં વિસંગતતા હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમ છતાં જમીનને બે ભાગમાં વહેંચીને આ સમગ્ર ખેલ પાડી દેવામાં આવ્યો છે. 7/12માં આ 24 વીઘા જમીન જૂની શરત + પ્ર.સ.પ્ર હોવાથી તેનો એક વેચાણ અને એક પાવરનો એમ બે દસ્તાવેજો કરાવ્યા. તેમાં કેટલી જગ્યા જૂની શરતની અને કેટલી જગ્યા પ્ર.સ.પ્ર હોવાનો કોઈ ઉલ્લેખ પણ કરાયો નથી. દસ્તાવેજ કરવા મહિલા સબ રજિસ્ટારે 3 દિવસ પેન્ડિંગ રાખ્યો… કરોડો રૂપિયાની મોકાની જમીનનો દસ્તાવેજ કરવા તારીખ 25-10-2024એ સાંજે કેટલોક સ્ટાફ બહાર ગયો તે પછી કેટલાક કૌભાંડી ઑફિસમાં રોકાયા હતા અને સાંજે 7.30 કલાકે દસ્તાવેજની નોંધણી કરી અને સ્ટેમ્પ ખૂટતો હોવાનું કારણ દર્શાવીને 3 દિવસ દસ્તાવેજ પેન્ડિંગ રાખી મુકાયો હતો. કોઈને આશંકા ન જાય તે માટે આ બધું થોડો સમય લઈને કરાયું હતું, આ દસ્તાવેજમાં અગાઉના જમીનોના માલિકો કે તેની તબદિલીઓ કોની છે? તે વિશેનું કોઇ વિસ્તૃત વર્ણન જ નથી, કૌભાંડ કરનાર જ કૌભાંડની તપાસમાં સામેલ હોય તેવી સ્થિતિ સર્જી દેવાઈ
ગાંધીનગર નોંધણીસર નિરીક્ષક કચેરીના તાબા હેઠળની અંદાજે 280થી વધુ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં માત્ર બે-ત્રણ વર્ષમાં જ મસમોટાં કૌભાંડો થઈ ગયાં. કૌભાંડમાં દસ્તાવેજ કરનારા સોલા સબ રજિસ્ટ્રારના અમરીનબેન જવવાલા, અમદાવાદ જિલ્લા મદદનીશ નોંધણીસર નિરીક્ષક હાર્દિક પટેલ અને ગાંધીનગરમાં ફરજ બજાવતા મદદનીશ નોંધણીસર નિરિક્ષક પલ્લવીબેન પટેલ સહિતનો સ્ટાફ સામેલ છે, આ સમગ્ર ખેલમાં પલ્લવીબેન પટેલ અને એક ઉચ્ચ અધિકારીનો મોટો રોલ હોવાની ચર્ચાઓ છે. આ કૌભાંડ ગમે ત્યારે બહાર ન આવે તે માટે તાજેતરમાં થયેલી વિભાગની બદલીઓમાં સોલા મહિલા સબ રજિસ્ટ્રારની ગાંધીનગરની મુખ્ય કચેરીમાં મહેકમ જેવી મહત્વની શાખામાં બદલી કરી દેવાઇ છે, જે શાખામાં કૌભાંડોની તપાસ થાય છે. એટલે કે કૌભાંડો કરનાર જાતે જ આવા કૌભાંડની તપાસ કરે તેવી સ્થિતી ઉભી કરી દેવામાં આવી છે, જે આશ્વર્યજનક વાત છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં થયેલાં મસમોટાં જમીન કૌભાંડો
{ ગાંધીનગર જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગાને સસ્પેન્ડ કરાયા
{ સુરતના અંદાજે 2,000 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ
{ દાહોદનું નકલી એનએનું હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ, અનેક સામે કાર્યવાહી
{ સુરતના મગોબ ગામનું ગોચરની જમીનનું 100 કરોડ રૂપિયાનું કૌભાંડ
{ રાજકોટના 40 વર્ષ જૂની મિલકતના બોગસ દસ્તાવેજના કૌભાંડમાં 3ની ધરપકડ
{ લીલાપુરનું અંદાજે 250 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments