back to top
Homeસ્પોર્ટ્સમોહમ્મદ આમીરે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિમાંથી પરત...

મોહમ્મદ આમીરે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો; ઇમાદ વસીમ પણ રિટાયરમેન્ટ લીધું

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આમિરે બીજી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આમિરે 2019માં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાંથી અને ડિસેમ્બર 2020માં વ્હાઇટ બોલની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં તે T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમમાં પરત ફર્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર ઇમાદ વસીમ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ઇમાદ પણ આ વર્ષે 23 માર્ચે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો. 35 વર્ષીય ખેલાડીએ નવેમ્બર 2023માં પહેલીવાર નિવૃત્તિ લીધી હતી અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે તે વિદેશી લીગમાં રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે. આમીરે 62 T-20I મેચમાં 71 વિકેટ લીધી
આમીરે પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 ODI અને 62 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમીરે 62 T-20 ઇન્ટરનેશનલ મેચમાં 71 વિકેટ લીધી છે. જ્યારે તેની સર્વશ્રેષ્ઠ 13 રનમાં 4 વિકેટ હતી. આ સિવાય તેણે 36 ટેસ્ટ મેચમાં 119 વિકેટ લીધી હતી જ્યારે 61 વન-ડે મેચમાં તેણે 81 વિકેટ ઝડપી હતી. ઇમાદની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઇમાદ વસીમે પાકિસ્તાન માટે 55 વન-ડે અને 75 T20 મેચ રમી છે. આ લેફ્ટ આર્મ સ્પિનરે વન-ડેમાં 44 અને T20માં 73 વિકેટ ઝડપી છે. વન-ડેમાં તેના 986 રન અને T20માં 554 રન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments