વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી સાથે તેમની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ હતી. એવામાં એક ઇવેન્ટ દરમિયાન, વિક્રાંતને પૂછવામાં આવ્યું કે ફિલ્મ જોયા પછી વડાપ્રધાનની પ્રતિક્રિયા શું હતી? આના જવાબમાં વિક્રાંતે કહ્યું, ‘ખૂબ લાંબી ચર્ચા થઈ હતી અને હું માનું છું કે તે ચેમ્બરમાં જે કંઈ બન્યું તે પોતાના સુધી રાખવું વધુ સારું રહેશે. અમે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી- વિક્રાંત મેસી
વિક્રાંતે ટાઈમ્સ નેટવર્ક ઈન્ડિયા ઈકોનોમિક કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, હું એટલું જ કહી શકું છું કે તેમને ફિલ્મ ગમી હતી, તેમણે (PM મોદી) ફિલ્મનો ખૂબ આનંદ લીધો હતો અને અમે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. ફિલ્મ જોયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમને મારું કામ ગમ્યું, આ એક કોમ્પ્લિમેન્ટ જે આખી જિંદગી મારી સાથે રહેશે. પીએમ મોદીએ વિક્રાંતના વખાણ કર્યા
‘ધ સાબરમતી રિપોર્ટ’ 2002માં બનેલી ‘ગોધરા કાંડ’ પર આધારિત છે. આ જ કારણ છે કે આ ફિલ્મ રાજકારણીઓ અને ફિલ્મ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની રહી છે. લોકો ફિલ્મમાં વિક્રાંત મેસીની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિક્રાંતના વખાણ કર્યા છે. ધ સાબરમતી રિપોર્ટે કેટલી કમાણા કરી છે?
કાર્યક્રમ દરમિયાન જ્યારે વિક્રાંતને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિક્રાંતે કહ્યું, જુઓ, દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. મારા દૃષ્ટિકોણથી, ‘સાબરમતી’ (ધ સાબરમતી રિપોર્ટ) એક હિટ ફિલ્મ છે. જો તમે ફિલ્મના બજેટ પર નજર નાખો તો આ ફિલ્મ 15 કરોડ રૂપિયામાં બની હતી અને ફિલ્મે 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વાંચો ગુજરાત રમખાણો સંબંધિત આ માહિતી..