back to top
Homeગુજરાતટોલ વધારાનો વિરોધ કરતાં AAP નેતાઓની અટકાયત:કામરેજ ટોલ પ્લાઝા ખાતે વિરોધ કરવા...

ટોલ વધારાનો વિરોધ કરતાં AAP નેતાઓની અટકાયત:કામરેજ ટોલ પ્લાઝા ખાતે વિરોધ કરવા જાય એ પહેલાં જ પોલીસે ટિંગાટોળી કરી; વાનમાં બેસાડી પોલીસ મથકે લઇ ગઈ

સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા ખાતે ટોલ વધારાનો વિરોધ કરવા જઈ રહેલા AAP નેતાઓની પોલીસે ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી કામરેજ પોલીસ મથક ખાતે લઇ ગઈ હતી. કામરેજ ટોલ પ્લાઝા ખાતે થોડાં દિવસ અગાઉ ટોલ વધારો કરવામાં આવ્યો છે. ટોલ વધારાની અસર સીધી વાહનચાલકોના ખીસ્સા પર પડી છે. જેને લઇને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટોલ વધારો પરત ખેંચવામાં આવે તેમજ GJ 05 અને GJ 19ના વાહનોને ટોલ ફ્રી કરવામાં આવે તેવી માગ સાથે હવે વિપક્ષ મેદાને આવ્યું છે અને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આજ રોજ કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું હતું. કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જગદીશ કથીરીયાની આગેવાનીમાં AAPના નેતાઓ કામરેજ ટોલ પ્લાઝા નજીક એકઠા થયા હતા. તેઓ ટોલ પ્લાઝા ખાતે વિરોધ કરવા જાય એ પહેલાં જ કામરેજ પોલીસે તમામ નેતા અને કાર્યકરોની અટકાયત કરી તેમની ટિંગાટોળી કરી તેમને કામરેજ પોલીસ મથક ખાતે લઇ ગઈ હતી. વિરોધ કરી રહેલા નેતાઓએ સરકાર અને ટોલ પ્લાઝાનું સંચાલન કરતા NHAI વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં સુધી તેઓની માગ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ લડત શરૂ રહેશે અને ટોલ પ્લાઝા ઓફિસ બહાર એકઠાં થશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments