નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલે તાજેતરમાં તેનો પ્રથમ નર્સરી એન્યુઅલ ડે ઉજવ્યો હતો. ફંક્શનની થીમ ‘જર્ની ઓફ ફ્રેન્ડશિપ’ હતી. આ ઈવેન્ટમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્ર જેહે પણ પરફોર્મ કર્યું હતું. કરીનાનાં પુત્ર જેહે સ્કૂલ એન્યુઅલ ડેમાં પરફોર્મ કર્યું
ઈવેન્ટનો વીડિયો સ્કૂલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. મુકેશ અંબાણીના મોટા પૌત્ર પૃથ્વી અંબાણી, કરીના કપૂરનો નાનો પુત્ર જેહ અલી ખાન અને ટેલિવિઝન સ્ટાર અનીતા હસનંદાનીના પુત્ર સહિત ઘણા સ્ટાર કિડ્સે આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. નાટક રજૂ કરતી વખતે, તમામ બાળકો પ્રાણીઓની જેમ તૈયાર થઈ સ્ટેજ પર આવ્યા હતા. સૈફ અલી ખાને પણ તેના પુત્રો જેહ અને તૈમુર સાથે આ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દર્શકોની સાથે ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ જોડાયો હતો. કરીના કપૂર અને સૈફ અલી ખાને ચિઅર કર્યું
કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાને તેમના બીજા પુત્ર જેહને ઈવેન્ટમાં પરફોર્મન્સ દરમિયાન ચિઅર કર્યું હતુ. 1971માં રિલીઝ થયેલી રાજેશ ખન્નાની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ના ગીત ‘ચલ ચલ ચલ મેરે હાથી’ પર બાળકોએ પરફોર્મ કર્યું હતું. આ પ્લે પછી બાળકોએ લકડી કી કાઠી ગાયું, જેમાં નીતા અંબાણી પણ તેમની સાથે જોડાયા. કાર્યક્રમની શરૂઆત ગણપતિ પૂજનથી થઈ હતી
કાર્યક્રમની શરૂઆત ગણપતિ પૂજનથી થઈ હતી. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલે ઈવેન્ટનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બાળકો ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવતા જોઈ શકાય છે. પૂજા બાદ શાળામાં પ્રાર્થના થઈ. ન્યૂલી મેરિડ કપલ અનંત અંબાણી અને રાધિકાએ પણ હાજરી આપી હતી
એન્યુઅલ ડે ઈવેન્ટમાં ન્યૂલી મેરિડ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ હાજરી આપી હતી. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી પણ તેમના પુત્રને ચીયર કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ અને ટ્વિનસ બાળકો સાથે જોવા મળી હતી. ઈશા અંબાણીએ ઈવેન્ટની વેલકમ સ્પીચ આપી હતી. આ વક્તવ્યમાં તેમણે શાળાના હેતુ અને એન્યુઅલ ડે ની થીમ વિશે જણાવ્યું.