ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ભારતીય ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ વધી શકે છે. લગભગ 18 હજાર ભારતીયોને ત્યાંથી બહાર કાઢી શકાય છે. આ તમામ લોકો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે, જેમની પાસે યુએસ નાગરિકતા નથી અને તેમની પાસે ત્યાંની નાગરિકતા મેળવવા માટે યોગ્ય કાગળો નથી. હકીકતમાં, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ICE) એ લગભગ 15 લાખ લોકોની યાદી બનાવી છે, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આ યાદીમાં 18 હજાર ભારતીયો પણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ પદના શપથ ગ્રહણ કરતાની સાથે જ સૌથી પહેલું કામ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને કાઢી મૂકશે. આ કિસ્સામાં ICEએ કહ્યું કે, બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને દેશની બહાર મોકલવા એ ટ્રમ્પના સરહદ સુરક્ષા એજન્ડાનો એક ભાગ છે. અમેરિકાએ ભારતને ‘બિનસહાયક’ દેશ કહ્યો
એક તરફ અમેરિકા 18 હજાર ભારતીયોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. તે જ સમયે, અમેરિકી સરકારે એક યાદી જાહેર કરી છે અને ભારત પર બિનસહાયક હોવાનો આરોપ લગાવ્યો છે. આ યાદીમાં એવા દેશોને રાખવામાં આવ્યા છે જે પોતાના દેશમાંથી અમેરિકા ગયેલા લોકોને પરત લાવવામાં સહયોગ નથી કરી રહ્યા. અમેરિકન એજન્સી ICEએ 15 દેશોની યાદી બનાવી છે. જે દેશનિકાલ પ્રક્રિયામાં મદદ નથી કરતા અને તેમને ‘બિન-સહાયક’ ગણાવ્યા છે. આમાં ભારતનું નામ પણ સામેલ છે. યાદીમાં એવા દેશોના નામ છે કે જેઓ તેમના નાગરિકોના પરત ફરવાનો અસ્વીકાર કરે છે અને દેશનિકાલમાં સહકાર આપતા નથી. ICE ડેટા અનુસાર, અમેરિકામાં 17,940 ભારતીયો છે જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. તેમજ આ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા બદલ જેલ પણ કરવામાં આવી નથી. તેઓ કાગળની લાંબી પ્રક્રિયામાં અટવાયેલા છે. અહેવાલો અનુસાર, આ પ્રક્રિયા પૂર્ણ થવામાં 3 વર્ષ જેટલો સમય લાગે છે. છેલ્લા 3 વર્ષમાં 90 હજાર ભારતીયો ઝડપાયા
ICE અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 90 હજાર ભારતીય નાગરિકો ગેરકાયદેસર રીતે યુએસ સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા છે. આ પ્રવાસીઓનો મોટો હિસ્સો પંજાબ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાંથી આવી રહ્યો છે. ઘૂસણખોરી કરનારા મોટા ભાગના માઈગ્રન્ટ્સ અમેરિકાના પડોશી દેશોના છે. તેમાંથી સૌથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હોન્ડુરાસના 2 લાખ 61 હજાર છે. આ પછી ગ્વાટેમાલાના 2 લાખ 53 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેલ છે. તે જ સમયે, એશિયન દેશોમાં ચીનનો નંબર સૌથી વધુ છે. ભારત આ મામલામાં 13મા નંબર પર છે. અમેરિકામાં લગભગ 7 લાખ 2 હજાર ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ
પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, વર્ષ 2023 સુધીમાં અમેરિકામાં ભારતમાંથી 7 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હશે. મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી આ સૌથી વધુ છે. આવી સ્થિતિમાં જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ આ લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રમ્પે કહ્યું- હું જન્મજાત નાગરિકતાના અધિકારને ખતમ કરી નાખીશ
હાલમાં જ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, પદ સંભાળ્યા બાદ તેઓ અમેરિકામાં જન્મતાની સાથે જ નાગરિકતા મેળવવાના અધિકારને ખતમ કરી દેશે. અમેરિકી બંધારણના 14મા સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે. પછી ભલેને તેના માતા-પિતા પાસે કોઈ અન્ય દેશની નાગરિકતા હોય. 1990-2017 વચ્ચે સ્થળાંતર કરનારાઓમાં 110 ટકાનો વધારો થયો
પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, 1990માં અમેરિકામાં 2.33 કરોડ ઈમિગ્રન્ટ્સ હતા, જ્યારે 2017માં આ આંકડો 4.98 કરોડ પર પહોંચી ગયો. એટલે કે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 110 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, વર્ષ 2023ના ડેટા અનુસાર, તે હવે ઘટીને 4.78 કરોડ પર આવી ગયો છે. ટાઈમ મેગેઝીને ટ્રમ્પને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા:મસ્ક અને નેતન્યાહુને પાછળ છોડીને કવર પર સ્થાન મેળવ્યું, 2016માં પણ સન્માન મળ્યું હતું ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે. 2016 પછી આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પને પર્સન ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે. ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોઈની પણ પસંદગી થઈ શકે છે, તે જરૂરી નથી કે પસંદગી યોગ્ય કારણસર કરવામાં આવે. આ સમાચાર પણ વાંચો…