સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા. ચેક પોસ્ટ પર ચાલતા-ચાલતા આવ્યા પોલીસે દબોચ્યા
સરોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખસો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મુકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે. જેથી, પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમ્યાન ત્રણેય શખસો ચાલતા ચાલતા આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા. માર્કેટમાં ખોટી નોટ આપીને અસલી નોટ મેળવવાનો પ્લાન
આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાહુલ મહાદેવ કાલે (રહે.ઘર નં.46 બુરડગાંવ રોડ કાલે ગલી એહમદનગર જિ.એહમદનગર મહારાષ્ટ્ર)નો આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલા અમારો સંપર્ક થયો હતો. રાહુલ કાલેએ જણાવ્યું કે, સુરત શહેર વિસ્તારમાં મોટી-મોટી માર્કેટ આવેલ હોય. જેથી, રૂપિયા 200 અને 500ના દરની અસલ અને કૂપનવાળી નોટોના બંડલ બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ, જે મને સુરત રેલ્વે સ્ટેશન આપજે. જેથી હું આ નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી 100, 50ના અસલ નોટોના બંડલો મેળવી આ 200 અને 500ના દરના બંડલો આપી દઈશું અને જે નફો થાય તે આપણે સરખા ભાગે વેચી લઈશું. બનાવટી નોટો આપનાર અને ડિલિવરી લેનારને વોન્ટેડ જાહેર કર્યા
પ્લાન મુજબ ગત 13 ડિસેમ્બરના રાત્રી આશરે સાડા નવ વાગ્યે રાહુલ મહાદેવ કાલે વિલેપાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોટોના બંડલો ભરેલ બેગો આપી ગયો હતો. જે બેગો લઈ આજ રોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલ્વે સ્ટેશન ખાતે આપવા આવ્યા હતા. હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટ લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અઢી કરોડ મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂ. 500ના દરના 1000 નોટોના કુલ્લે 43 બંડલમાં મળી કુલ્લે 43000 નોટો પૈકી રૂપિયા 500ના દરની સાચી નોટો કુલ-86 કિ.રૂ. 43000/- , 500ના દરની બચ્ચો કા ખાતા 42,914 નોટો કિ.રૂ. 00/00, ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂ.200ના દરના 1000 નોટોના કુલ્લે 21 બંડલમાં મળી કુલ્લે- 21000 નોટો પૈકી રૂપિયા 200ના દરની સાચી નોટો કુલ-42 કિ.રૂ. 8400/- અને 200ના દરની બચ્ચો કા ખાતા 20,958 નોટો, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ્લે અઢી કરોડ મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અસલ નોટો લઇ નકલી આપી છેતરપિંડી કરે છે
આ કામના આરોપીઓ રૂપિયા 500-200 ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચ્ચો કા ખાતા લખેલ કુપન નોટો મુકતા હતા. આ બનાવટી નોટો બેન્કો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે એનકેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા 100, 50ના દરની નોટોની જગ્યાએ રૂપિયા 500 અને 200 ની નોટો આપી અને તેઓ પાસેથી 100,50ની અસલ નોટો લઇ બંડલો તે લોકોને આપી છેતરપીંડી કરે છે. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેય ને 10,000 રૂપિયા મળવાના હતા.