મનીષ પારીક
કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે. ચાલુ વર્ષે અંતમાં શિયાળો બરાબર જામતા રણના વેટ લાઈન અને ટૂંડી તળાવમાં એકસાથે 30,000 પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ ગણાતા વેરાન રણમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર સહિતના વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે. રણમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો શરૂ થતાં રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે. રણમાં ફ્લેમિંગો અને પેન્ટાસ્ટ્રોક સહિતના પક્ષીઓ ઝુંડમાં મહાલવા…અનુસંધાન પાના નં. 06