વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025નું મિની ઓક્શન આજે એટલે કે 15 ડિસેમ્બરે થશે. બેંગલુરુમાં બપોરે 3 વાગ્યાથી 124 ખેલાડીઓ માટે બિડિંગ શરૂ થશે. ઓક્શનની યાદીમાં 95 ભારતીય અને 29 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. WPLની 5 ટીમમાં 19 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાંથી 14 ભારતીય અને 5 વિદેશી ખેલાડીઓને ખરીદવામાં આવશે. આ યાદીમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓનો પણ સમાવેશ કર્યો છે. ઓક્શન માટે ઉપલબ્ધ ખેલાડીઓમાંથી, 33 ખેલાડીઓ કેપ્ડ છે, જેમાંથી 12 ભારતીય છે, 21 વિદેશી છે. જ્યારે બાકીના 91 અનકેપ્ડ ખેલાડીઓમાંથી 83 ભારતીય અને 8 વિદેશી છે. પર્સની લિમિટ રૂ. 15 કરોડ
5 ટીમ પાસે કુલ 16.7 કરોડ રૂપિયાનું પર્સ છે, ગુજરાત જાયન્ટ્સ સૌથી વધુ રૂ. 4.40 કરોડનું પર્સ છે. WPLની ત્રીજી સિઝન આવતા વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ થશે. એક ટીમની પર્સની લિમિટ 15 કરોડ રૂપિયા છે. ખેલાડી રિટેન કર્યા બાદ ટીમના પર્સ કપાઈ ગયા છે. દિલ્હી પાસે 2.50 કરોડ રૂપિયા અને મુંબઈ પાસે માત્ર 2.65 કરોડ રૂપિયા છે. બેંગલુરુમાં રૂ. 3.25 કરોડનું પર્સ છે અને યુપીમાં રૂ. 3.90 કરોડનું પર્સ છે. સ્નેહ રાણા અને ડિઆન્ડ્રા ડોટિનનું નામ માર્કી ખેલાડીઓમાં સામેલ
ઓક્શન માટે ઉપલબ્ધ માર્કી ખેલાડીઓમાં ભારતીય બેટર તેજલ હસબાનીસ અને સ્નેહ રાણા, વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન, ઇંગ્લિશ કેપ્ટન હીથર નાઈટના નામ સામેલ છે. આ સિવાય આયર્લેન્ડના ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઇંગ્લેન્ડના લોરેન બેલ, ઓસ્ટ્રેલિયાના કિમ ગાર્થ અને ઇંગ્લેન્ડના ડેનિયલ ગિબ્સન પણ ઓક્શન ઉતરશે. MIએ ઇંગ્લિશ ઓલરાઉન્ડર ઇસાબેલ વોંગને રિલીઝ કરી
રિટેન્શનનો સૌથી આશ્ચર્યજનક નિર્ણય મુંબઈ અને ગુજરાતે લીધો હતો. MIએ ઇંગ્લિશ ઓલરાઉન્ડર ઇસાબેલ વોંગ અને GGએ ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાને રિલીઝ કરી. વોંગનું નામ પણ ઓક્શનમાં ઉમેરવામાં આવ્યું નથી, જ્યારે રાણાનું નામ પણ તૈયાર થશે. આ ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ પર નજર
ટીમ મિની ઓક્શનમાં ઉત્તરાખંડના રાઘવી બિસ્ટને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. રાઘવીએ આ વર્ષે ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા-A સામે સતત 2 અડધી સદી ફટકારી હતી. જે બાદ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં તેની પસંદગી કરવામાં આવી હતી. 21 વર્ષની બેટર તનિષા સિંહે સિનિયર મહિલા T-20 ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતી વખતે લગભગ 72ની એવરેજથી 359 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ અને બેંગલુરુ તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. કઈ ટીમે કેટલા ખેલાડીઓ રિટેન કર્યા?
એક ટીમમાં 18 ખેલાડીઓની જગ્યા છે. યુપી સિવાય તમામ ટીમે 14-14 ખેલાડીઓને રિટેન કર્યા હતા. યુપીએ 15 ખેલાડીઓને રિટેન કર્યા છે. એટલે કે, યુપીમાં માત્ર 3 ખેલાડીઓ અને અન્ય ટીમમાં 4 ખેલાડીઓ ખાલી છે. RCB ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. મુંબઈએ પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો. બંને ટીમે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું તમે WPL ઓક્શન ક્યાં જોઈ શકો છો
વુમન્સ પ્રીમિયર લીગ 2025 માટે આજે બેંગલુરુમાં હરાજી થશે. આ ઓક્શન બપોરે 3 વાગ્યાથી સ્પોર્ટ્સ 18-1 ચેનલ (SD અને HD) પર ટીવી પર જોઈ શકાશે. આ સિવાય OTT પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે. તમે દિવ્ય ભાસ્કર એપ પર ઓક્શનના લાઇવ અપડેટ્સને પણ ફોલો કરી શકો છો.