back to top
Homeભારતદુનિયાના સૌથી ધનિક 25 પરિવાર:ભારતના GDPના 10% સંપત્તિ ધરાવતો અંબાણી પરિવાર આઠમા...

દુનિયાના સૌથી ધનિક 25 પરિવાર:ભારતના GDPના 10% સંપત્તિ ધરાવતો અંબાણી પરિવાર આઠમા ક્રમે, બ્લૂમબર્ગે યાદી બહાર પાડી

બ્લૂમબર્ગે વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોની યાદી જાહેર કરી છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 34.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. કંઝ્યુમર રિટેલ કંપની વોલમાર્ટનું સંચાલન કરતી વોલ્ટન પરિવાર આ યાદીમાં ટોચ પર છે. ગયા વર્ષે તેઓ બીજા સ્થાને હતા. આ પરિવારની કુલ સંપત્તિ 36.7 લાખ કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષ કરતાં 14.6 લાખ કરોડ રૂપિયા વધુ છે. આ યાદીમાં UAE અને કતારના શાહી પરિવારો બીજા અને ત્રીજા સ્થાને છે. આપણા દેશનો અંબાણી પરિવાર 8.45 લાખ કરોડની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે. દેશનો મિસ્ત્રી પરિવાર 3.5 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે 23મા ક્રમે છે. પરિવાર શાપૂરજી પલોનજી ગ્રૂપના માલિક છે. અગ્રણી પરિવારોનો વ્યવસાય અંબાણી પરિવારની સંપત્તિ ભારતના જીડીપીના 10% છે
બાર્કલેઝ-હુરુન ઇન્ડિયાઝ મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ 2024ની યાદી સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવી હતી. આ મુજબ, અંબાણી પરિવારનું મૂલ્યાંકન ₹25.75 ટ્રિલિયન છે, જે ભારતના જીડીપીના લગભગ 10% છે. બાર્કલેઝ-હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેતૃત્વમાં ફેમિલી બિઝનેસ એમ્પાયર એનર્જી, રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં કામ કરે છે. બાર્કલેઝ-હુરુન ઇન્ડિયાનું આ રેન્કિંગ 20 માર્ચ, 2024 સુધીના કંપનીના વેલ્યૂએશન પર આધારિત છે. આ વેલ્યુએશનમાં ખાનગી રોકાણ અને લિક્વિડ એસેટ સામેલ નથી. અંબાણીની સંપત્તિના મૂલ્યમાં રિલાયન્સ, જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ અને અન્ય ગ્રૂપ કંપનીઓનો હિસ્સો સામેલ છે. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સનો પાયો નાખ્યો હતો
રિલાયન્સનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1933ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો. જ્યારે તેઓ બિઝનેસની દુનિયામાં આવ્યા ત્યારે તેમની પાસે ન તો પૈતૃક સંપત્તિ હતી કે ન તો બેંક બેલેન્સ. ધીરુભાઈના લગ્ન 1955માં કોકિલાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રો મુકેશ-અનિલ અને બે પુત્રીઓ દીપ્તિ અને નીના છે. 6 જુલાઈ, 2002ના રોજ ધીરુભાઈના અવસાન બાદ તેમની મિલકતની વહેંચણીમાં તેમની પત્ની કોકિલાબેને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments