સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ ફેન્સનો ફેવરિટ બની ગયો છે. ઈબ્રાહિમનું ફેન ફોલોઈંગ જોરદાર છે. હાલમાં ઈબ્રાહિમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સૈફના પુત્ર ઈબ્રાહિમે ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા
આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈબ્રાહિમ પોતાની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો, પરંતુ અચાનક કેટલાક સાધુઓ ઈબ્રાહિમ પાસે પૈસા માંગે છે. ત્યારે તે 50 રૂપિયા સાધુને આપે છે. તેને કોઈ કહ્યું-5 રૂપિયા તો આપો એમાં શું થશે સાહેબ? જેના જવાબમાં ઈબ્રાહિમે કહ્યું-5 રૂપિયાથી કંઈ નહીં થાય, પણ હોવા તો જોઈએ ને. તો સામે કોઈ કહ્યું તમારા પિતા ખુબ જ દયાળુ છે. ઈબ્રાહિમે જવાબ આપ્યો કે- તો તેની પાસેથી ફોન કરીને જ લઈ લો. પછી, આસપાસના સાધુઓ ‘જય શ્રીરામ’નો નારો લગાવે છે. તો ઈબ્રાહિમે પણ હાથ જોડીને ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા. પેપ્સે આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. ઇબ્રાહિમે પછી પેપ્સ તરફ જોઈને કહે છે- લવ યુ મેડમ, લવ યુ. ઇબ્રાહિમની આ સ્ટાઇલ અને પેપ્સ સાથે મસ્તીએ ચાહકોનું દિલ જીતી લીધું. સોશિયલ મીડિયામાં લોકોએ વખાણ કર્યા
ઈબ્રાહિમના આ વાઈરલ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ઈબ્રાહિમ ખરેખર ક્યુટી છે. બીજાએ લખ્યું- ભાઈએ મારું દિલ જીતી લીધું. અન્ય એક યુઝરે લખ્યું – ઈબ્રાહિમના લુકની સાથે તેનો અવાજ પણ બિલકુલ સૈફ જેવો છે. ‘સરઝમીન’થી ડેબ્યૂ કરશે
ઈબ્રાહિમ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈબ્રાહિમ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘સરઝમીન’થી ડેબ્યૂ કરશે. તેના સિવાય કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો તેમાં જોવા મળશે. આ ફિલ્મને કરન જોહર પ્રોડ્યુસ કરશે.