back to top
Homeગુજરાતગુજરાતમાં જામશે IPL જેવી જમાવટ:320 ટીમોના 4,800 ખેલાડીઓ વચ્ચે ટુર્નામેન્ટ, ગિનિસ બુક...

ગુજરાતમાં જામશે IPL જેવી જમાવટ:320 ટીમોના 4,800 ખેલાડીઓ વચ્ચે ટુર્નામેન્ટ, ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં થશે નોંધણી; ફાઇનલ મેચ દુબઇમાં રમાશે

વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર ખેલાડીઓ માટે ઐતિહાસિક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનાર આ ટુર્નામેન્ટ અંતર્ગત રાજકોટ સહિત રાજ્યનાં જુદા-જુદા 5 ઝોનમાં નોક-આઉટ સિસ્ટમથી ક્રિકેટ મેચ રમાશે. જેને કારણે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત IPL જેવી જમાવટ જોવા મળશે. જેમાં 320 ટીમોના 4800 ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થશે. લીગની ફાઇનલ મેચ દુબઈમાં યોજાવાની છે. જેમાં વિજેતા ટીમને પાંચ લાખનું પુરસ્કાર આપવામાં આવશે. શહેરની 2-2 ટીમની અમદાવાદ ખાતે લીગ મેચ યોજાશે
વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર ખેલાડીઓ માટે ઐતિહાસિક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગઈકાલે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા અને હિંમતનગર સેન્ટર પર ઉદ્ઘાટન વિધિ પૂર્ણ કરવામાં આવી છે અને આજથી વિધિવત મેચ શરૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં વિજેતા થયેલી દરેક શહેરની 2-2 ટીમની અમદાવાદ ખાતે લીગ મેચ યોજાશે. જેમાં વિજેતા થનાર 2 ટીમનો ફાઇનલ મેચ દુબઈમાં યોજાશે અને ફાઇનલમાં જીત મેળવનાર ટીમને રૂપિયા 5 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 320 ટીમનાં 4800 ખેલાડીઓ ભાગ લેતા હોય તેવી આ દુનિયાની પ્રથમ ટુર્નામેન્ટ હોવાથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે નોંધ કરવામાં આવી છે. આજથી ટુર્નામેન્ટ શરૂ થશે- પુષ્કર પટેલ
ઉમા ડાયનેમિક ક્લબ (યુડી ક્લબ)નાં એડવાઇઝરી ડાયરેક્ટર પુષ્કર પટેલનાં જણાવ્યા મુજબ વિશ્વ ઉમિયા ધામ યુવા સંગઠન દ્વારા ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા અને હિંમતનગર ખાતે ટુર્નામેન્ટનું આયોજન છે. જેમાં રાજકોટ ખાતે યુડી ક્લબ દ્વારા ટુર્નામેન્ટનું સંચાલન કરવામાં આવશે. ગઈકાલે જ ગુજરાતનાં પાંચેય સેન્ટર પર ઉદ્ઘાટન વિધિ પૂર્ણ કરવામાં આવી છે અને આજથી વિધિવત મેચ શરૂ કરાશે. પ્રથમ રાઉન્ડ નોક આઉટ પદ્ધતિથી રમાશે
આ ટુર્નામેન્ટનો વર્લ્ડ રેકોર્ડ થાય એ રીતે આયોજન થયું છે. સમગ્ર વિશ્વમાં કોઈ એક ગેમ માટે પાંચ સેન્ટરો પર 64-64 મળીને કુલ 320 ટીમો અને 4,800 ખેલાડીઓ ભાગ લેતા હોય તેવી આ સૌપ્રથમ ટુર્નામેન્ટ છે. જેને લઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ માટે એનરોલમેન્ટ કરવામાં આવ્યું છે જેનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ પાંચેય સેન્ટરો ઉપર પ્રથમ રાઉન્ડ નોક આઉટ પદ્ધતિથી રમાશે. જેમાં વિજેતા થનાર 2-2 ટીમનો લીગ રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે. તેમાં વિજેતા થનાર 2 ટીમની ફાઇનલ મેચ દુબઇમાં રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થનાર ટીમને રૂ. 5 લાખનું ઇનામ પણ આપવામાં આવનાર છે. ટુર્નામેન્ટને લઇ ખેલાડીઓમાં અલગ ઉત્સાહ
યુડી ક્લબ દ્વારા છેલ્લા 5-7 વર્ષથી જુદી-જુદી ઇવેન્ટ કરવામાં આવી રહી છે. જેમાં 15 ઓગષ્ટ, 26 જાન્યુ દરમિયાન ધ્વજવંદનનાં ભવ્ય કાર્યક્રમો તેમજ નોરતાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. જોકે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું ખાસ મહત્ત્વ એ છે કે, આજના યુવાનો આ માધ્યમથી સ્પોર્ટ્સમેન સ્પિરિટ પોતાના જીવનમાં ઉતારે અને સારા સમાજનું નિર્માણ થાય તેવા ઉદ્દેશની સાથે માત્ર પાટીદાર યુવાનો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટની ટુર્નામેન્ટમાં ટેનિસની રમત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત રમાઈ રહી છે. જેને લઈ ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઇનલમાં આવનારને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો મળશે
કાઠિયાવાડ જીમખાના ખાતે શરૂ થનાર આ મેચમાં આઠ હાઈ-માસ્ટ ટાવર, ભવ્ય કોમેન્ટ્રી બોક્સ તથા પ્લેયરર્સ ડગઆઉટ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. તેમજ ખેલાડીઓના ચોગ્ગા અને છગ્ગા તેમજ વિકેટને પણ ડીજેના સથવારે વધાવીને ખેલાડીઓના ઉત્સાહને પુશઅપ કરાશે. ટેનિશ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે આ સુવર્ણ તક ઉભી થઈ છે અને ફાઈનલમાં રમનાર ટીમોને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો મળશે. યુવાનો માટે પણ સ્પોર્ટ્સમાં રમતવીરો પોતાનું કૌશલ્પ દેખાડે તે માટે અને ભાઈચારાની ભાવનાને સુદૃઢ કરે તે આશયથી આ ઐતિહાસિક અને પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું છે. ખેલાડીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવેલ ટીશર્ટ પહેરવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments