back to top
Homeદુનિયાઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ મહિલા ગાયિકાની ધરપકડ:કોન્સર્ટનો વીડિયો યુટ્યુબ પર અપલોડ...

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ મહિલા ગાયિકાની ધરપકડ:કોન્સર્ટનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો; સાથી સંગીતકાર પણ કસ્ટડીમાં

ઈરાનમાં ઓનલાઈન કોન્સર્ટ દરમિયાન હિજાબ ન પહેરવા બદલ એક મહિલા ગાયિકાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ગાયિકાનું નામ પરસ્તુ અહમદી છે. મહિલાએ બુધવારે 11 ડિસેમ્બરે યુટ્યુબ પર કોન્સર્ટનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં અહમદી સ્લીવલેસ ડ્રેસ પહેરીને ગીત ગાતી હતી. વીડિયો અપલોડ થયા બાદ ગુરુવારે કોર્ટમાં અહમદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી શનિવારે અહમદીની ધરપકડ કરવામાં આવી હતી. અહમદી 27 વર્ષની છે. ન્યૂઝ એજન્સી એપી સાથે વાત કરતા ઈરાનના વકીલે જણાવ્યું કે, મહિલાને ઈરાનના ઉત્તરી પ્રાંત મઝંદરનની રાજધાની સારીમાંથી પોલીસે ધરપકડ કરી છે . મહિલાએ કહ્યું- ગાવું એ મારો અધિકાર છે, હું તેને અવગણી શકું નહીં મહિલા સિંગર પરસ્તુ અહમદીએ યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે- હું તે પરસ્તુ છોકરી છું, જે મને ગમતા લોકો હોય એમના માટે ગાવા માગુ છું. હું આ અધિકારની અવગણના કરી શકતી નથી. હું જે જમીનને પ્રેમ કરું છું તેના માટે હું ગીત ગાઉં છું. યુટ્યુબ પર મહિલાના આ વીડિયોને 16 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ધરપકડ બાદ મહિલાને ક્યાં રાખવામાં આવી છે તેની કોઈ માહિતી નથી. આ સિવાય તેની સામે કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટ નથી. પરસ્તુ અહમદી ઉપરાંત જે બે સંગીતકારોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ સોહેલ ફગીહ નસિરી અને એહસાન બેરાગદાર છે. બંનેની રાજધાની તેહરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત જો કે ઈરાનમાં 1979માં હિજાબને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ 15 ઓગસ્ટ, 2023ના રોજ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા અને તેને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા કહ્યું. 1979 પહેલા ઈરાનમાં મહિલાઓના વસ્ત્રો અંગે કોઈપણ પ્રકારના પ્રતિબંધો નહોતા. હાલમાં જ દેશમાં હિજાબને લઈને નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. નવા કાયદાની કલમ 60 હેઠળ દોષિત મહિલાઓને દંડ, કોરડા અથવા સખત કેદની સજા થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments