સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 – ધ રૂલ’ બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. અંદાજે રૂ. 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 1100 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને રિલીઝ થયાને માત્ર 10 દિવસ જ થયા છે અને અત્યાર સુધી આ ફિલ્મે જવાન, પઠાણ અને દંગલ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે અને આ ગતિ હજુ પણ ચાલુ છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મના પાર્ટ-2નો ક્લાઈમેક્સ પાર્ટ-3ની ઝલક આપે છે. મેકર્સે જણાવી ‘પુષ્પા-3’ ની વાત
હવે દર્શકો ફિલ્મના ‘પાર્ટ-3’ની રાહ જોઈ રહ્યા છે. ડિરેક્ટર સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા’ના પાર્ટ 3નું ટાઇટલ ‘પુષ્પા 3 – ધ રેમ્પેજ’ હશે. એકલા ભારતીય બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ‘પુષ્પા-2’ના આગામી ભાગ વિશે સમાચાર છે કે દર્શકોને તેના માટે વધુ રાહ જોવી પડશે નહીં. આ ફિલ્મ મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. જાણવા મળે છે કે છેલ્લા બે ભાગ પણ આ જ પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવ્યા છે. હવે નિર્માતાઓએ ‘પુષ્પા-3’ના શૂટિંગ શિડ્યુલને લઈને કેટલીક આંતરિક માહિતી જાહેર કરી છે. ક્યારથી શરૂ થશે ‘પુષ્પા-3’નું શૂટિંગ?
એક ન્યૂઝ ઈન્ટરવ્યૂમાં મૈત્રી મૂવી મેકર્સના નવીન યરનેનીએ જણાવ્યું કે ‘પુષ્પા-3’નું શૂટિંગ માત્ર 2 વર્ષ પછી શરૂ થશે. પરંતુ શુટિંગ શરૂ થયા બાદ દર્શકોએ આગામી 3 વર્ષ સુધી પુષ્પા-3ની રિલીઝ માટે રાહ જોવી પડશે નહીં. નિર્માતાઓએ જણાવ્યું કે તેઓ શૂટિંગ શરૂ કર્યાના એક કે દોઢ વર્ષમાં શૂટિંગ પૂર્ણ કરવાની અને ફિલ્મને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચાહકોએ કેટલી રાહ જોવી પડશે?
આ નિવેદનની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ‘પુષ્પા-3’ની રિલીઝ માટે કુલ ચાર વર્ષનો સમય લાગી શકે છે. કારણ કે અલ્લુ અર્જુન પાસે હવે ‘પુષ્પા-3’ પહેલા વધુ બે ફિલ્મો છે. અભિનેતા પહેલા તે ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરશે ત્યાર બાદ તે પુષ્પા રાજના અવતારમાં પુનરાગમનની તૈયારી શરૂ કરશે. નોંધનીય છે કે ‘પુષ્પા – ધ રાઈઝ’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી અને ‘પુષ્પા – ધ રૂલ’ 2024માં રિલીઝ થઈ હતી. હવે, આવી રહેલા સમાચારોથી, ચાહકો માની રહ્યા છે કે તેઓ વર્ષ 2026-27 સુધીમાં ‘પુષ્પા-ધ રેમ્પેજ’ જોવા મળશે