back to top
Homeગુજરાતવડોદરામાં રમાશે મહિલા ક્રિકેટરોની ઈન્ટરનેશનલ મેચ:ભારત-વેસ્ટઈન્ડિઝની ટીમો વચ્ચે 22થી 27 તારીખ વચ્ચે...

વડોદરામાં રમાશે મહિલા ક્રિકેટરોની ઈન્ટરનેશનલ મેચ:ભારત-વેસ્ટઈન્ડિઝની ટીમો વચ્ચે 22થી 27 તારીખ વચ્ચે ત્રણ મેચ, માત્ર 100 રૂપિયામાં જ મેચ નિહાળી શકાશે

વડોદરા શહેર નજીક બરોડા ક્રિકેટ એસોસિયેશન (‌BCA) દ્વારા 215 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 22થી 27 ડિસેમ્બર વચ્ચે ભારત અને વેસ્ટઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પહેલીવાર વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ રમાશે. આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં એન્ટીકરપ્શન લાઇઝનિંગ ઓફિસર (ACLO) સ્ટેડિયમની મુલાકાત લેશે. આ ઉપરાંત આવતીકાલે (16 ડિસેમ્બર) વડોદરા ગ્રામ્ય SP પણ સ્ટેડિયમ મુલાકાત લઈને પોલીસ બંદોબસ્ત અંગેની સમીક્ષા કરશે. આ ઉપરાંત રસ્તાની કામગીરીની પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં 32 હજારથી વધુ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા
વડોદરા નજીક આવેલા કોટંબી ઇન્ટરનેશન સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમાવા જઈ રહી છે. 215 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ક્રિકેટ સ્ટેડિયમમાં 32 હજારથી વધુ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે. સ્ટેડિયમમાં વિશાળ ડ્રેસિંગ રૂમ, બીસીએ પ્રેસિડેન્ટ બોક્સ, કોમેન્ટેટર બોક્સ, મીડિયા બોક્સ અને સ્ટુડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ બે મેચ ડે-નાઇટ અને ત્રીજી ડે મેચ હશે
કોટંબી ઇન્ટરનેશન સ્ટેડિયમમાં 22, 25 અને 27 ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે યોજાવાની છે, જેઓ રોમાંચક ક્રિકેટિંગ એક્શન અને વૈશ્વિક મંચ પર ભારતીય મહિલા ક્રિકેટરો તેમના કાંડાનું કૌવત દર્શાવશે. આ પૈકી પ્રથમ બે મેચ ડે-નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે મેચ હશે. આ મેચ જોવા માટે ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જેની ટિકિટ બુક માય શો પરથી બુક કરાવી શકાશે. મેચ ફિક્સિંગને લઈ ACLOની બાજનજર રહેશે
કોટંબી સ્ટેડિયમમાં ક્રિકેટરોના ડ્રેસિંગરૂમ અને ઓફિસિયલ એરિયામાં કોઈપણ વ્યક્તિને જવા દેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એરિયામાં એન્ટીકરપ્શન લાઇઝનિંગ ઓફિસર (ACLO)ની બાજ નજર રહેશે. એન્ટીકરપ્શન લાઇસનિંગ ઓફિસર મેચ ફિક્સિંગ ન થાય તેના માટે બાજ નજર રાખશે. જેના માટે એન્ટીકરપ્શન લાઇઝનિંગ ઓફિસર આગામી એક-બે દિવસમાં કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમમાં બેસવાથી લઈ જમવા સુધીની વ્યવસ્થા
કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ વડોદરા રેલવે સ્ટેશનથી 22 કિ.મી. અને ગોલ્ડન ચોકડીથી માત્ર 12 કિ.મી. દૂર આવેલ છે. અહીં બે ક્રિકેટ ટીમ માટે બે ભવ્ય ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં બેસવાથી લઇને જમવા સુધીની તમામ સગવડો મળી રહેશે. અહીં સ્વિમિંગ પૂલ છે, જ્યાં બેસવાની પણ વ્યવસ્થા છે. અહીં ક્રિકેટર માટે લિફ્ટ પણ છે અને દાદર પણ છે. બીસીએના સત્તાધીશોની અથાગ મહેનત બાદ બીસીએને હવે પોતાનું સ્ટેડિયમ મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments