back to top
Homeગુજરાતસાબરકાંઠા ક્રાઈમ ન્યૂઝ:વડાલીના વિવાઈ પાટિયા પાસે બાઈક-કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત;...

સાબરકાંઠા ક્રાઈમ ન્યૂઝ:વડાલીના વિવાઈ પાટિયા પાસે બાઈક-કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત; હિંમતનગરમાં ચેઈન સ્નેચિંગના પ્રયાસના ગુનામાં બે ઝડપાયા, બે ફરાર

સાબરકાંઠા જિલ્લાના વડાલીના વિવાઈ પાટિયા પાસે ગત રાત્રીના બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઈડરથી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર શનિવારે રાત્રીના સમયે વડાલીના વિવાઈ પાટિયા નજીક ખેડબ્રહ્મા તરફથી આવી રહેલા બાઈકચાલકને પાછળથી કારે ટક્કર મારી હતી. જેને લઈને વડાલીના બાઈકચાલક કાન્તીભાઈ સગરને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે વડાલી પોલીસને જાણ થતા સ્થળ પર પહોચીને મૃતદેહને પીએમ માટે વડાલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હિંમતનગરમાં ચેઈન સ્નેચિંગના પ્રયાસના ગુનામાં બે ઝડપાયા, બે ફરાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહેતાપુરા નદીના ઢાળમાં ત્રણ દિવસ પહેલા મોડી સાંજના સમયે સમહેતાપુરા વિસ્તારમાં રહેતી મહિલા નીતાબેન સંચાણીયા એક્ટીવા લઈને બજારમાંથી મહેતાપુરા ઢાળ પર થઈને જઈ રહ્યા હતા. દરમિયાન બે અજાણ્યા બાઈક સવારોમાંથી એક શખ્સે નીતાબેને ગાળામાં પહેરેલા સોનાનો દોરો તોડી મહિલાને એકટીવા પરથી પાડી દીધા હતા. જે અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં કમાંડ કંટ્રોલના CCTV ફૂટેજ જોતા શકમંદ ઇસમો જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે મહેતાપુરા જકાતનાકા પાસેથી સાહિલઅલી ઉર્ફે દાનીશ ઈશુબઅલી ફકીરઅને સમીર હુસેનભાઈ શેખને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા અન્ય બે ઈસમો આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સરફરાજ પઠાણની ધરપકડ કરી ચેઈન સ્નેચીગના પ્રયાસમાં ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીઓને પકડી આગળની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments