વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર હુસૈન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતા. ઉસ્તાદ કહેતા હતા- તબલા વિના જીવનની કલ્પના કરવી મારા માટે અશક્ય છે. 20મી સદીના સૌથી પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશીએ જ્યારે તેમના પુત્રને ખોળામાં બેસાડ્યા ત્યારે તેમણે કાનમાં આયત સંભળાવી નહોતી, પરંતુ તબલાના તાલ સંભળાવ્યા હતા. પરિવારે કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, તબલાના આ તાલ જ મારી આયત છે. તે બાળક હતો ઝાકિર હુસૈન, જેણે આખી દુનિયાને તબલાના તાલે ઝુમવાની તક આપી. ઝાકિર હુસૈન, જેમણે સંગીતનો વારસો પોતાની નસોમાં જાળવી રાખ્યો હતો, તે દેશના એવા કલાકારોમાંના એક હતા જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું એટલું જ નહીં, તાલવાદ્ય વાદ્યોની દુનિયામાં તબલાને એક આગવું સ્થાન પણ અપાવ્યું છે. ઝાકિર હુસૈન તબલાને ખોળામાં રાખતા હતા શરૂઆતના દિવસોમાં ઉસ્તાદ ઝાકિર હુસૈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા. પૈસાના અભાવે તે જનરલ કોચમાં ચડતા હતા. જો તેમને બેઠક ન મળે, તો તે ફ્લોર પર અખબારો ફેલાવીને સૂઈ જતા. આ સમયગાળા દરમિયાન તબલાને કોઈનો પગ ન અડે તે માટે તે તેને ખોળામાં લઈને સૂઈ જતા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈન સપાટ જગ્યા જોઈને આંગળીઓ વડે ધૂન વગાડવા માંડતા ઝાકિર હુસૈનને નાનપણથી જ ધૂન વગાડવાનો શોખ હતો. તે કોઈપણ સપાટ જગ્યા શોધી લેતા અને આંગળીઓ વડે ધૂન વગાડવાનું શરૂ કરતા. તપેલી, વાસણ અને થાળી તેમને જે મળતું તેના પર હાથ ફેરવવા લાગતા. પહેલો પ્રોફેશનલ શો 12 વર્ષની ઉંમરે કર્યો હતો, 100 રૂપિયા મળ્યા હતા ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મહારાષ્ટ્રમાં ઉસ્તાદ અલ્લાહ રખા અને બાવી બેગમને ત્યાં થયો હતો. તેમનું બાળપણ તેમના પિતાના તબલાના તાલ સાંભળવામાં વીત્યું હતું અને 3 વર્ષની ઉંમરે ઝાકિરને પણ તબલા આપવામાં આવ્યા હતા, જે તેમણે ક્યારેય છોડ્યો નહોતા. તેમના પિતા અને પ્રથમ ગુરુ ઉસ્તાદ અલ્લાહ રખા ઉપરાંત, ઝાકિરે ઉસ્તાદ લતીફ અહેમદ ખાન અને ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન પાસેથી તબલાના પાઠ પણ શીખ્યા હતા. ઝાકિરે ભારતમાં તેનો પહેલો પ્રોફેશનલ શો 12 વર્ષની ઉંમરે કર્યો હતો જેના માટે તેને 100 રૂપિયા મળ્યા હતા. એક સાથે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય સમકાલીન વિશ્વ સંગીત એટલે કે પશ્ચિમ અને પૂર્વના સંગીતને એકસાથે લાવવાના તેમના સફળ પ્રયોગને કારણે તેઓ શાસ્ત્રીય સંગીતમાં નિપુણ હતા એટલું જ નહીં, તેમણે ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે પણ ખ્યાતિ મેળવી હતી. મિકી હાર્ટ, જ્હોન મેકલોફલિન જેવા કલાકારો સાથે ફ્યુઝન મ્યુઝીકના સુર રેલાવતી વખતે, જ તેમણે પોતાનું બેન્ડ શક્તિ પણ શરૂ કર્યું હતું. આ વર્ષે, 2024માં આ બેન્ડને 3 ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એક સાથે 3 ગ્રેમી એવોર્ડ જીતનાર તે પ્રથમ ભારતીય છે. ફ્યુઝન મ્યુઝિક પછી પણ તેમણે ક્યારેય તબલા છોડ્યા નહોતા, કારણ કે તેના કહેવા મુજબ તબલા બાળપણથી જ એક મિત્ર અને ભાઈની જેમ તેમની સાથે રહ્યા હતા. ઝાકિર હુસૈન એ દુર્લભ ક્ષમતાના તાલવાદક હતા, જેમણે સીનીયર ડાગર બ્રધર્સ, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહબથી લઈને બિરજુ મહારાજ અને નીલાદ્રી કુમાર, હરિહરન સુધીની 4 પેઢીના કલાકારો સાથે તબલા પર સંગત કરી હતી. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું યોગદાન સિનેમા જગતમાં પણ મહત્વનું છે, બાવર્ચી, સત્યમ શિવમ સુંદરમ, હીર-રાંઝા અને સાઝ જેવી જૂની ફિલ્મોના સંગીતમાં ઉસ્તાદની મોટી ભૂમિકા હતી. માત્ર સંગીત જ નહીં, ઉસ્તાદે લિટલ બુદ્ધ અને સાઝ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. સૌથી નાની વયના પદ્મશ્રી ઝાકિર હુસૈનને 1988માં સૌથી નાની ઉંમરે (37 વર્ષ) પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ, પંડિત રવિશંકરે પ્રથમ વખત ઝાકીરને ઉસ્તાદ તરીકે સંબોધ્યા હતા. આ પછી આ સિલસિલો અટક્યો નહીં. 1990માં સંગીત નાટક એકેડમી એવોર્ડ, ઝાકીરના કો-ક્રિએટ આલ્બમ પ્લેનેટ ડ્રમને 1992માં ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમાં હિન્દુસ્તાની તાલ વિદ્યા અને વિદેશી તાલ વિદ્યાને જોડીને રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જે તે સમયે દુર્લભ હતું. આ જ કારણ હતું કે તે સમયે આ આલ્બમના લગભગ 8 લાખ રેકોર્ડ વેચાયા હતા. ઉસ્તાદને તેમના ‘ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ’ આલ્બમ માટે 2002માં પદ્મ ભૂષણ, 2006માં કાલિદાસ સન્માન અને 2009માં ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. 2023માં પદ્મ વિભૂષણ અને તેમણે 4 ફેબ્રુઆરી 2024ના રોજ 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં એક સાથે 3 ગ્રેમી એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. દેશ અને દુનિયામાં ઝાકિર હુસૈનના દિવાના સંગીતપ્રેમીઓ માટે આ બધી સિદ્ધિઓ ઘણી મોટી છે, પરંતુ અંગત રીતે ઝાકિર માટે સૌથી મોટો પુરસ્કાર ત્યારે હતો જ્યારે પદ્મશ્રી મળ્યા બાદ ખૂબ જ ખુશ થયેલા તેમના ગુરુ અને પિતા ઉસ્તાદ અલ્લાહ રખાએ તેમને ગળાનો હાર પહેરાવ્યો હતો. શિષ્ય માટે આનાથી વધુ સારી યાદગાર ક્ષણ કઈ હોઈ શકે છે. વર્ષ 2010માં, ઉસ્તાદ અલ્લાહ રખા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મ્યુઝિક વતી, તેમને પંજાબ ઘરાનાના તબલા વગાડતા મહાન ગુરુ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું. ઉસ્તાદની રસપ્રદ વાતો હુસૈન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતા આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફસાને લગતો રોગ છે. આમાં, ફેફસાના પેશીઓને નુકસાન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં કફ એ તેનાં પ્રારંભિક લક્ષણો છે. ફેફસાની પેશીઓને નુકસાન થવાને કારણે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લોહી સુધી પહોંચતું નથી. જેના કારણે શરીરનાં અંગો સુધી ઓક્સિજન પહોંચવામાં સમસ્યા થાય છે અને ધીરે ધીરે અંગો પણ કામ કરવાનું બંધ કરી દે છે.