આજે 16 ડિસેમ્બરે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 81,830ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 70 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,690ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો છે અને 5માં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39માં ઘટાડો છે અને 11માં તેજી છે. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી રિયલ્ટી 1.95% ની તેજી સાથે સૌથી વધુ ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા શુક્રવારે એટલે કે 13 ડિસેમ્બરે સેન્સેક્સ 843 પોઈન્ટ (1.04%)ના વધારા સાથે 82,133 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 219 પોઈન્ટ (0.89%)ની તેજી સાથે 24,768ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી અને 4માં ઘટાડો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 41મા તેજી અને 9માં ઘટાડો રહ્યો હતો. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં FMCG સેક્ટરમાં સૌથી વધુ 1.29%ની તેજી રહી હતી.