back to top
Homeગુજરાતયુકે, ચીન સહિત 10 દેશના હેર સ્ટાઈલિસ્ટને હરાવ્યા:એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં...

યુકે, ચીન સહિત 10 દેશના હેર સ્ટાઈલિસ્ટને હરાવ્યા:એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં સુરતીનો ફર્સ્ટ રેન્ક; કોમ્પિટિશન માટે ત્રણ દિવસ ન સૂતો, હેર સ્ટાઇલ જોઈ જજ મોહિત

કઝાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં સુરતના ઘનશ્યામ ગઢાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવી ભારતનું ગોરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં કઝાકિસ્તાન, યુકે, ચીન સહિતના 10 દેશોના હેર સ્ટાઈલિસ્ટોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન માટે ઘનશ્યામ ત્રણ દિવસ સુધી સૂતો ન હતો. 30 મિનિટમાં ઘનશ્યામે બનાવેલી હેર સ્ટાઇલ પર જજ પણ મોહિત થઈ ગયા હતા. ગુજરાતમાંથી 15 જેટલા હેર સ્ટાઈલિસ્ટે ભાગ લીધો હતો
ગત મહિને કઝાકિસ્તાનમાં CMC એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયન યોજાઈ હતી, જેમાં 10 દેશ વચ્ચે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન થઈ હતી. જેમાં વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટે ભાગ લીધો હતો. આ વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટમાં હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશન હતી, જેમાં ભારત અને ગુજરાતના 15 જેટલા હેર સ્ટાઈલિસ્ટે ભાગ લીધો હતો. જે પૈકી સુરતના ઘનશ્યામ ગઢાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર ઘનશ્યામ ગઢાદરાએ સુરતનું અને દેશનું નામ રોશન કર્યું હતું. ભારતમાં બ્યુટી ઈન્ડસ્ટ્રીને પૂરતું પ્રોત્સાહન મળતું નથીઃ ઘનશ્યામ
આ અંગે ઘનશ્યામે જણાવ્યું હતું કે, હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મળતા મને ખૂબ જ આનંદ થયો છે. હું આગળ પણ હંમેશાં બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં દેશનું નામ રોશન કરતો રહીશ. તેમને વધુમાં જણાવ્યું હતું કે, બ્યુટી ઈન્ડસ્ટ્રી બાબતે આવી અસંખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજનો થયાં છે, પરંતુ કોઈ કારણોસર બ્યુટી ઈન્ડસ્ટ્રીને પૂરતું મહત્ત્વ અને પ્રોત્સાહન મળતું નથી. ભારત એ કલા અને સંસ્કૃતિનો દેશ છે. વિવિધ કલાઓના જાણકાર યુવાઓનો દેશ છે. ત્યારે બ્યુટી ઈન્ડસ્ટ્રીને સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો મારા જેવા અસંખ્ય યુવાઓને ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મારી જેવા યુવાન ભાઈઓ દેશનું નામ રોશન કરશે. ‘મેં 72 કલાક ઊંઘ્યા વગર પ્રેક્ટિસ કરી હતી’
ઘનશ્યામ ગઢાદરાએ વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લાં દસ વર્ષથી હેર સ્ટાઈલિસ્ટમાં વર્ક કરું છું. આ કોમ્પિટિશન માટે મેં ખૂબ જ તૈયારીઓ કરી હતી. હું 72 કલાક ઊંઘ્યો ન હતો અને સતત પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસનું જ પરિણામ મને મળ્યું છે. સીએમસીમાં 10 દેશોમાં ભારત દેશનો પ્રથમ નંબર આવ્યો છે, જેનો મને ગર્વ છે. કારણ કે દસ દેશો વચ્ચે મેં પ્રતિયોગિતામાં ભાગ લઈ અને સારું પ્રદર્શન કરી મારું, મારી ટીમનું અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. ‘હેર સ્ટાઈલ બનાવતા 30 મિનિટનો સમય લાગ્યો હતો’
સીએમસી ચેમ્પિયનશિપમાં મને હેર સ્ટાઈલ બનાવતા 30 મિનિટનો સમય લાગ્યો હતો. જેમાં અલગ અલગ દેશના હેર સ્ટાઈલિસ્ટોએ અલગ-અલગ હેર સ્ટાઈલ લીધી હતી. જેમાં મારી હેર સ્ટાઈલ જજને વધારે પસંદ આવી હતી. ત્યારે મને ફર્સ્ટ રેન્ક મળ્યો, ત્યારે ખૂબ જ ગર્વ મહેસૂસ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments