આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એવા કેટલાક બી-ટાઉન સેલેબ્સમાં સામેલ છે, જેઓ તેમની પળોને ખાનગી રાખવાનું પસંદ કરે છે. જોકે ફેન્સ એ જાણવા ઉત્સુક હોય છે કે તેઓ કેવી રીતે જીવે છે, તેમની લાઇફસ્ટાઇલ શું છે. એવામાં હાલ તેના કિચનનો અંદરનો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો છે. એમાં રણબીર-આલિયાની પુત્રી રાહા સાથેની સુંદર તસવીર જોવા મળે છે તેમજ ફ્રિજ પર ક્યૂટ એનિમલ મેગ્નેટે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. રણબીર-આલિયાનું રસોડું કેવું લાગી રહ્યું છે?
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાલી હિલમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે અને ટૂંક સમયમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થવાનાં છે. આ દરમિયાન તેમના ઘરના રસોડાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે તેના શેફ દ્ધારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આલિયા અને રણબીરનું મોટું રસોડું એકદમ સિમ્પલ લાગી રહ્યું છે, જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ રાખેલી જોવા મળી રહી છે. રસોડામાં પર્સનલ ટચ પણ છે, પુત્રી રાહા સાથે બંનેનો ફોટો છે. જેની ખાસ વાત છે કે એ હાથથી પેઇન્ટ કરેલો છે. ફ્રિજમાં એનિમેટેડ એનિમલ મેગ્નેટ છે. રસોડામાં પ્રકાશ માટે મોટી બારી
રસોડામાં ઘણો પ્રકાશ છે, કારણ કે એક બાજુ મોટી બારી છે. રસોડામાં સેન્ટ્રલાઇઝ એસી અને સ્ટોવ હૂડ પણ છે. આ રીલમાં શેફ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરે છે અને તેમની ઝલક પણ બતાવે છે. જોકે આ વીડિયો વાઈરલ થતાં તેણે પોતીની પોસ્ટ ડિલિટ કરી દીધી છે. નવા મકાનમાં કામ ચાલુ છે
રણબીર અને આલિયાના નવા ઘરનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. બંને અવારનવાર તેમની પુત્રી સાથે ત્યાં જતાં હોય છે. વર્ષ 1980માં રિશી કપૂર અને નીતુ કપૂરે પાલી હિલ પર એક બંગલો ખરીદ્યો હતો અને તેનું નામ કૃષ્ણા રાજ રાખ્યું હતું, જેનું નામ ઋષિનાં માતા-પિતા રાજ અને કૃષ્ણા કપૂરના નામ પર રાખવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ‘આલ્ફા’નું શૂટિંગ પૂરું કર્યા પછી રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’માં કામ કરી રહી છે. એવા અહેવાલો પણ છે કે તે એક ફીચર ફિલ્મ માટે દિનેશ વિજન સાથે વાતચીત કરી રહી છે. રણબીર કપૂરની આગામી ફિલ્મો
રણબીર કપૂરની વાત કરીએ તો તે ફિલ્મ ‘લવ એન્ડ વોર’નો પણ એક ભાગ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તે સંદીપ રેડ્ડી વાંગાની સિક્વલ ‘એનિમલ પાર્ક’ અને ફિલ્મ ‘રામાયણ’માં પણ જોવા મળશે.