રિઝવાન કાદરીએ લખ્યો રાહુલ ગાંધીને પત્ર પ્રધાનમંત્રી સંગ્રહાલય સોસાયટીના સદસ્ય રિઝવાન કાદરીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને જવાહરલાલ નહેરુના દસ્તાવેજ પરત આપવા જણાવ્યું છે. રિઝવાન કાદરીએ ત્રણ મહિના અગાઉ સોનિયા ગાંધીને પણ પત્ર લખીને જવાહરલાલ નહેરુના 51 ડબ્બા ભરેલા ડોક્યુમેન્ટ પરત આપવા માટે જણાવ્યું હતું. એનો જવાબ ન મળતાં રિઝવાન કાદરીએ ફરીથી રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. કાદરીએ જણાવ્યું હતું કે ઘણા બધા ડોક્યુમેન્ટ ડિસ્ટ્રોય કરવામાં પણ આવ્યા છે, જે અંગે કમિટી કાર્યવાહી કરી રહી છે. દારૂની મહેફિલના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું પાટણની ઉત્તર ગુજરાત યુનિમાં દારૂની મહેફિલ માણવા મુદ્દે આજે પ્રદર્શન કરવામાં આવ્યું. ઉગ્ર બનેલાં ધરણાંમાં કાર્યકર્તાએ પોલીસને લાફો મારી દીધો. તો ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ સાથે ગાળાગાળી કરી હતી, જોકે કુલપતિએ મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરતાં મામલો શાંત થયો હતો.. બાઇકચાલક ફૂટબોલની જેમ 30 ફૂટ ઊછળ્યો સુરતના અડાજણ વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈક અને કાર વચ્ચે ટક્કર થતાં બાઈકચાલક ફૂટબોલની જેમ 30 ફૂટ હવામાં ઊછળ્યો. ફુલ સ્પીડમાં આવી રહેલી બાઈક કાર સાથે ભટકાઈ. બાઈકચાલક ત્રણ યુવકમાંથી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઊંઝા APMCમાં 14 બેઠક માટે 36 ઉમેદવાર ઊંઝા APMCની ચુંટણીમાં ભારે રસાકસી જામી. 14 બેઠક માટે 36 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપના મહામંત્રી જ આડા ફાટ્યા, નારણ લલ્લુના પૌત્ર, MLA કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલનાં જૂથ વચ્ચે જંગ ખેલાશે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઈ. 15 હજાર ગૂણીની આવક થતાં માર્કેટયાર્ડ ડુંગળીથી ઊભરાયું..આટલી મોટી માત્રામાં ડુંગળીનો ભરાવો થતાં નવી આવક પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતના યુવકે વર્લ્ડ યુનિ. શૂટિંગ ચેમ્પિયનશિપમાં મારી બાજી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ યુનિ. શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુરતના 22 વર્ષના યુવકે બાજી મારી. સ્મિત મોરડિયાએ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જ્યારે ઈન્ડિવિઝ્યુઅલમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વધશે ઠંડીનું જોર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો ઉત્તર-મધ્યને દક્ષિણ ગુજરાતમાં તાપમાન યથાવત્ રહેશે. આ તરફ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ બે ડિગ્રી પર પહોંચતાં સહેલાણીઓને મજા પડી. ભરશિયાળે કાપોદ્રામાં ભૂવો પડતાં ટ્રક ફસાઈ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભરશિયાળે ભૂવો પડ્યો. ભૂવામાં ટ્રકનું ટાયર ફસાઈ જતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં. SMC દ્વારા કરાતા કરોડોના આંધણ બાદ પણ એ જ સ્થિતિ રહેતાં લોકો રોષે ભરાયા. 2 મિનિટનો વીડિયો બનાવી યુવતીએ ફાંસો ખાધો પાલનપુરમાં 27 વર્ષીય યુવતીએ 2 મિનિટનો વીડિયો બનાવી આત્મહત્યા કરી લીધી. પરિવારે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં એક યુવતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતીના મોબાઇલમાંથી બે વીડિયો અને કેટલાંક રેકોડિંગ્સ મળ્યાં છે, જેમાં યુવતી પોતાના પ્રેમીની માફી માગે છે અને કહે છે કે ‘મને માફ કરજે ચાહત..તને કિધા વગર ખોટું પગલું ભરું છું, તું તારી લાઇફમાં દુ:ખી ન થતો, ખુશ રહેજે અને શાંતિથી મેરેજ કરી લેજે. તું હમેશાં ખુશ રહેજે, જો તું દુ:ખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.’ છેડતી કરનાર યુવકની રોમિયોગીરી યુવતીઓએ ઉતારી સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેડતી કરનાર યુવકની રોમિયોગીરી યુવતીઓએ ઉતારી. બે-ત્રણ વખત જાહેરમાં છેડતી કરી રફુચક્કર થઈ ગયેલા યુવકને યુવતીઓએ બરાબરનો યાદ રાખી સામે મળતાં જ જાહેરમાં મેથીપાક ચખાડી પોલીસહવાલે કર્યો હતો.