back to top
Homeગુજરાતનકલી ડિગ્રી આધારિત પ્રવેશ પ્રકરણ:62 વિદ્યાર્થીઓના એડમિશન રદ, વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવવા...

નકલી ડિગ્રી આધારિત પ્રવેશ પ્રકરણ:62 વિદ્યાર્થીઓના એડમિશન રદ, વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવવા માટે એજન્ટોની મદદ લીધી હતી

સુરતમાં વિજ્ઞાન અને ટેક્નિકલ યુગમાં શિક્ષણ ક્ષેત્રે પણ છેતરપિંડીના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં નકલી ડિગ્રી અને માર્કશીટના આધારે એડમિશન લેનાર રાજ્ય બહારના 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્રએ મળતી બાતમીના આધારે યુનિવર્સિટી પાસેથી રિપોર્ટ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. તામિલનાડુ, કેરલા, રાજસ્થાન અને મહારાષ્ટ્રની શંકાસ્પદ બોર્ડ અથવા યુનિવર્સિટીઓથી નકલી માર્કશીટ અને ડિગ્રી સાથે આવેલા વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવવા માટે એજન્ટોની મદદ લીધી હતી. નવી નીતિઓનો અમલ અને કડક તપાસ શરૂ
યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કુલસચિવ ડો. આર. સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ, પ્રવેશ પ્રક્રિયામાં પાયામાંથી સુધારાઓ અને નવી નીતિઓ લાગુ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ પ્રથમ વખત રાજ્ય બહારથી એડમિશન લેનાર વિદ્યાર્થીઓની બોગસ ડિગ્રી અને માર્કશીટને એમની અગાઉની સંસ્થાઓથી વેરિફાઈ કરવાનો પગલું લીધું છે. આ નીતિના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં નકલી ડિગ્રી આધારિત પ્રવેશના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. 62 વિદ્યાર્થીઓએ રદ થયેલા એડમિશનમાં બોગસ ડિગ્રીના આધાર પર તામિલનાડુ અને અન્ય રાજ્યોના શંકાસ્પદ બોર્ડમાંથી બનાવટ પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. તંત્રએ કાર્યવાહી હાથ ધરી
રાજ્ય શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્રે આ રેકેટ પાછળના એજન્ટોની શોધખોળ શરૂ કરી છે, જેઓ આ પ્રકારની છેતરપિંડી માટે વિદ્યાર્થીઓને લલચાવતા હતા. તંત્રનું કહેવું છે કે આ પ્રવૃત્તિ માત્ર આ યુનિવર્સિટી પુરતી મર્યાદિત નથી, પરંતુ એજન્ટો વિવિધ બોર્ડ અને યુનિવર્સિટીઓ સાથે છેતરપિંડીના નેટવર્કમાં સામેલ છે. નિર્મૂલ માટે એક્શન પ્લાન
શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર આ નકલી ડિગ્રી માફિયાઓના મૂળ સુધી પહોંચવા અને શિક્ષણમાં માનકતા પુન:સ્થાપિત કરવા માટે બરાબર પ્રયાસ કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments